VNSGU માં સ્વાવલંબન પર સેમિનાર યોજાશે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ જોડાશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક રોજગાર સર્જન કેન્દ્ર નું ઉદ્ઘાટન તથા માનનીય શ્રી કાશ્મીરી લાલજી દ્વારા વર્તમાન સમય માં સ્વાવલંબન ની જરૂરિયાતો પર ચર્ચા થશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના પરિસર માં આગમી તા ૨૧-૦૮-૨૦૨૩ સોમવાર ના રોજ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ (World Entrepreneurship Day) ના દિવસે સ્વાવલંબન ભારત અભિયાન અંતર્ગત ગુજરાત રાજયની યુનિવર્સિટીઓ અને તેના હેઠળ ની દરેક કોલેજો , એન્જિનિયરિંગ કોલેજો , પોલીટેકનિક કોલેજો , આઈ.ટી.આઈ , બી.એડ અને એમ.એડ રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સ્વાવલંબી ભારત અભિયાન કાર્યક્રમ નું આયોજન થવા જઈ રહ્યું છે . કાર્યક્રમ ની શરૂવાત સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે થવા જઈ રહી છે . જેમાં મુખ્યવક્તા કાશ્મીરી લાલ જી વિદ્યાર્થીઓ ને સંબોધિત કરશે .