સ્માર્ટ સીટી સુરતની બદસૂરત તસ્વીર : અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો માત્ર શોભાના ગાંઠિયા

સ્માર્ટ સીટી સુરતની બદસૂરત તસ્વીર : અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો માત્ર શોભાના ગાંઠિયા
બંધ દેખાતી સ્ટ્રીટ લાઈટ ની તસ્વીર સુરતના ઘોડદોડ રોડના રંગીલા પાર્ક વિસ્તારની છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : સુરત નો સમાવેશ સ્માર્ટ સિટીમાં કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં કેટલીક એવી તસવીરો પણ ધ્યાનમાં આવી રહી છે. જે સ્માર્ટ સિટી સુરત માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેવું ચિત્ર ખડું કરે છે. જોકે કહેવાતી આ સ્માર્ટ સિટી સુરતમાં સુવિધાઓ તો છે પરંતુ અનેક ઠેકાણે સુવિધાઓ માત્ર શોભાના ગાંઠીયા સમાન જ હોય તેવું લાગી રહ્યું છે.

શિયાળની ઠંડી ધીમે ધીમે વધી રહી છે, ત્યારે રાત્રે વહેલા અંધકાર છવાઈ જાય છે. સુરત શહેરમાં રાત્રિના 6:30 વાગ્યા બાદ સહેજ અંધારું શરૂ થાય છે અને સાત વાગે રસ્તા ઉપર જો સ્ટ્રીટ લાઈટો કાર્યરત ન હોય તો વાહન ચાલકોએ માત્ર વાહનની લાઈટ દ્વારા જ વાહન ચલાવવું પડે છે. ત્યારે સુરતના કેટલાક વિસ્તારોમાં અનેક ઠેકાણે સ્ટ્રીટ લાઈટ ના પોલ તો ઉભા છે પરંતુ સ્ટ્રીટ લાઈટો કાર્યરત નથી. જેને લીધે રસ્તા ઉપર અંધકાર છવાયેલો જોવા મળે છે અને વાહન ચાલકો માત્ર અને માત્ર પોતાના વાહનોની લાઈટના સહારે વાહનો ચલાવતા નજરે પડે છે. જોકે સુવિધા હોવા છતાં પણ તેને કાર્યરત ન રાખવી એ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી દર્શાવે છે. ત્યારે આશા રાખીએ કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો પ્રજાની નાની નાની સમસ્યાઓ પર ધ્યાન આપતા થાય.

-------------------------------------------

વાચક મિત્રો આ અમે ' સુરતની બદસૂરત તસવીર ' કોલમ અંતર્ગત આપના વિસ્તારમાં જે કોઈ સમસ્યાઓ હોય તેને મીડિયાના માધ્યમથી ઉજાગર કરીશું તો આપ આપના વિસ્તારની સમસ્યાઓને વિસ્તારનું નામ, ફોટો તેમજ ટૂંકમાં વર્ણન સાથે નીચેના નંબર પર whatsapp કરી શકો છો...8905477233