વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૬ સરકારી કચેરીઓને સન્માનિત કરાઈ
Mnf network:
કેન્દ્ર સરકાર દ્વારા તા. ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જંયતિ નિમિત્તે શ્રધ્ધાંજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવા આહવાન કરાયુ હતું. જેના ભાગરૂપે સરકારી કચેરીઓમાં પણ રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી તુમાર નિકાલ અને રેકર્ડ વર્ગીકરણની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ , રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ દરેક કચેરીઓમાં રેકર્ડ રૂમની સાફ - સફાઈ , જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવણી , ડેડસ્ટોકનો નિકાલ અને કંડમ વાહનોનો નિકાલ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવી હતી . તા . ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસે કચેરીઓએ કરેલી ઉપરોક્ત કામગીરીને બિરદાવવા માટે જિલ્લા કક્ષાએ સમિતિ બનાવવામાં આવી હતી.