AAP અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને અલ્પેશ કથીરિયાની તસ્વીર સોશિયલ મીડિયામાં થઈ વાયરલ, ક્લિક કરી જુઓ તસ્વીર

AAP અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને અલ્પેશ કથીરિયાની તસ્વીર સોશિયલ મીડિયામાં થઈ વાયરલ, ક્લિક કરી જુઓ તસ્વીર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) : પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એવા સમાચારોને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ભૂકંપ આવી ગયો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અલ્પેશ કથીરિયાની એક તસવીર જોર શોર થી વાયરલ થઈ રહી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા પણ એક સમયે પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા અને તેમની અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવયા સાથે સારી બનતી હતી એ વાતને પણ નકારી શકાય તેમ નથી. ત્યારે તાજેતરમાં વાયરલ થયેલા ફોટામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અલ્પેશ કથીરિયા ને કેક ખવડાવતા હોય તેઓ એક ફોટો સોશિયલ મીડિયામાં જોર શોરથી વાયરલ થયો છે. જોકે આ ફોટો ક્યાંનો છે? ક્યારનો છે ? તે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.

નીચે તસ્વીરમાં વાયરલ ફોટો