વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં આવી તેજી, ચાંદીના ભાવમાં રહ્યું સુસ્ત વલણ
Mnf network: વિશ્વ બજારોમાંથી મળેલા તેજીના સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બજારમાં સોનાના ભાવોમાં સુધારો જોવા મળ્યો હતો.જોકે ચાંદીના ભાવમાં નરમ વલણ જોવા મળતું હતું. આજે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 63,750થી રૂપિયા 100 વધીને રૂપિયા 63,850 થયા હતા.
વિદેશી બજારોમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે સ્થાનિક બજારમાં સોનામાં ખરીદીનો ટેકો મળ્યો હતો, જોકે ચાંદીમાં કંઈક હસ્તક વેચવાલીનું દબાણ જોવા મળતુ હતું. ચાંદીના હાજર ભાવ પણ રૂપિયા 350 ગગડીને રૂપિયા 79,100 પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. જ્યારે અગાઉના દિવસે ભાવ રૂપિયા 79,450 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની મજબૂતી સાથે પ્રતિ ઔંસ ભાવ 2,067 ડોલર નોંધાયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં નજીવા પ્રમાણમાં ઘટાડા સાથે 24.15 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.