કેજરીવાલ સરકાર સામે AAP ના જ ધારાસભ્યએ નારાજગી પ્રગટ કરી, રાષ્ટ્રપતિ શાસન લાદવા કરી માંગ

કેજરીવાલ સરકાર સામે AAP ના જ ધારાસભ્યએ નારાજગી પ્રગટ કરી, રાષ્ટ્રપતિ શાસન લાદવા કરી માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  કોરોનાના કારણે રાજધાની દિલ્હીની સ્થિતિ દરરોજ બદતર બની રહી છે. આ બધા સંકટ વચ્ચે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીમાં જ અસંતોષનો અવાજ પ્રબળ બન્યો છે.દિલ્હીના મટિયામહલના ધારાસભ્ય શોએબ ઈકબાલે કોરોનાના કારણે દિલ્હીમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને લઈ આ પ્રકારની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેમણે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, દિલ્હીમાં ફેલાઈ રહેલી અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હવે ત્યાં રાષ્ટ્રપતિશાસન લાગી જવું જોઈએ.

ધારાસભ્યએ ફરિયાદ કરી હતી કે, દિલ્હીમાં દર્દીઓને દવા પણ નથી મળતી અને હોસ્પિટલ પણ નથી મળતી. આ સંજોગોમાં લોકોની કોઈ સુનાવણી નથી થઈ રહી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે હાલ દિલ્હીમાં ખૂબ જ ભયંકર સ્થિતિ નિર્માણ પામી છે. ઓક્સિજનની તંગીને લઈ પહેલેથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ હવે તો આ મહાસંકટને લઈ રાજ્ય સરકારના પોતાના સદસ્યએ જ સવાલ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કેજરીવાલ સરકાર સામે પ્રશ્ન ઉઠાવતા આંતરીક રાજકારણ ગરમાયું છે.