મશરૂમની ખેતી માટે મળશે સબસિડી, ખેડૂતોની આવકમાં થશે વધારો
Mnf network: સરકાર દ્વારા મશરૂમની ખેતી કરવા માટે ખેડૂતોને આર્થિક મદદ પણ કરે છે. બિહાર સરકાર દ્વારા ખેડૂતોને મશરૂમની ખેતી માટે પ્રોત્સાહિત કરવા માટે સબસિડી આપી રહી છે. મશરૂમની ખેતી કરતા ખેડૂતોને સરકાર 50 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થઈ શકશે.
મશરૂમની ખેતી પર સબસિડીની રાજ્ય સરકાર સંકલિત બાગાયત મિશન યોજના હેઠળ આપશે. સરકાર દ્વારા આ યોજના માટે કેટલીક સૂચના પણ જાહેર કરી છે, જે મૂજબ મશરૂમ ઉત્પાદન એકમની કિંમત 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના આધારે ખેડૂતોને મશરૂમની ખેતી માટે 10 લાખ રૂપિયા સુધીની સબસિડીની આપવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ મશરૂમ સ્પાન અને મશરૂમ કમ્પોસ્ટ પર 50 ટકાની સહાય આપવામાં આવશે.