કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય : બે મહિના સુધી મફત રાશન, ઓટો અને ટેક્સી ચાલકોને 5 હજારની સહાય

કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય : બે મહિના સુધી મફત રાશન, ઓટો અને ટેક્સી ચાલકોને 5 હજારની સહાય

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે હાલમાં lockdown લંબાવવામાં આવ્યું છે ત્યારે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાશન કાર્ડ ધારકો અને ટેક્સી ડ્રાઇવરો માટે મોટો નિર્ણય લીધો છે.મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી છે કે દિલ્હીમાં કુલ 72 લાખ રેશનકાર્ડ ધારકો છે, આ તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં રાશન આપવામાં આવશે. કોરોના સંકટ અને ઘણા દિવસોથી લાગુ લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે.

આ સિવાય અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉનના કારણે ગરીબ લોકો માટે આર્થિક સંકટ ઉભુ થયું છે. ગયા અઠવાડિયે અમે મજૂરોના ખાતામાં 5-5 હજાર રુપિયાની રકમ નાંખી હતી. અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે બે મહિના સુધી મફતમાં રાશન મળવાનો અર્થ એ નથી કે લોકડાઉન બે મહિના સુધી ચાલશે. અમે તો ઇચ્છીએ છીએ કે જેવી સ્થિતિ સુધરે કે તરત જ લોકડાઉન દૂર કરવામાં આવે.

અત્રે નોંધનીય છે કે, દિલ્હીમાં જેટલા પણ ઓટોચાલકો અને ટેક્સીચાલકો છે, તેમને બઘાને પાંચ પાંચ હજાર રુપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. જે અંતર્ગત દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કોરોના કહેરને પરિણામે દિલ્હીમાં પણ સ્થિતિ ખૂબ જ કપરી છે. પરંતુ મુખ્ય મંત્રીની દીર્ઘદ્રષ્ટિના કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકોને lockdown હોવા છતાં પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો નથી.