સુરતના કોવિડ આઇસોલેશન સેન્ટરની હૃદય સ્પર્શી ઘટના : " મારે કોઈ દીકરો નથી પણ તમે બધાએ સગા દીકરા કરતા પણ વધારે સેવા કરી છે."

સુરતના કોવિડ આઇસોલેશન સેન્ટરની હૃદય સ્પર્શી ઘટના : " મારે કોઈ દીકરો નથી પણ તમે બધાએ સગા દીકરા કરતા પણ વધારે સેવા કરી છે."

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : કોરોના કાળમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ને ઓક્સિજન સહિતની સુવિધાઓ મળી રહે તેવા કોવિડ કેર isolation સેન્ટર આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા ઠેરઠેેર શરૂ કરાયા છે ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવક મહેશભાઇ અણઘણ તથા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ કોવિડ કેર isolation સેન્ટરમાંથી અનેક દર્દીઓ સાજા થઈને પોતાના સ્વજનોની વચ્ચે ઘરે પાછા ફર્યા છે.

ત્યારે આ કોવિડ આઇસોલેશન સેન્ટર (નાના વરાછા કોમ્યુનિટી હોલ) ખાતેથી મુક્તાબેન વાડોદરીયા લગભગ ૯ દિવસ પેહલા વ્હીલચેરમાં મોઢે ઓક્સિજન માસ્ક સાથે આવ્યા હતા. આઇસોલશન વોર્ડમાં ૯ દિવસ ટ્રીટમેન્ટ લીધા બાદ તેઓ હસતા મોઢે એકદમ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. 

આ અંગે નગરસેવક મહેશભાઈ અણઘણ જણાવે છે કે, " હુ દરરોજ રાત્રે દરેક બેડ ઉપર વિઝીટ કરી જમવા માટે દર્દીઓને આગ્રહ કરતો ત્યારે આ માજીએ મને બાજુમાં બેસવાનું જણાવ્યું હતું જેનું મે માન રાખી માજીની બાજુમાં બેસી ખુબજ પ્રેમની લાગણી સાથે માજીને જમાડ્યા હતા. ત્યારે મે માજી ને કાલે તમને રજા આપવાની છે એવું જણાવ્યું હતું ત્યારે માજીના આખોમાં હર્ષના આંસુ આવી ગયા અને મને એવું જણાવ્યું કે મારે કોઈ દીકરો નથી પણ તમે બધાએ સગા દીકરા કરતા પણ વધારે સેવા કરી છે. તમે અમને નવું જીવનદાન આપ્યું છે આવું કેહતા કેહતા માજી રડવા લાગ્યા અને દરેક સ્વયંસેવકોને ખુબજ સારા આશીર્વાદ આપ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા isolation સેન્ટરોમાં ખરેખર માનવતાની સુવાસ આ રીતે જ મહેકી રહી છે.