સુરત : ' આપ કોણ છો એ નથી ખબર,પણ બેન આપ કોઈક ફરિશ્તા છો અને આપમાં છો એ ગર્વની વાત છે'
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : સુરતના વોર્ડ નંબર 2 ના આમ આદમી પાર્ટીના નગર સેવક નગરસેવક દીપ્તિ બેન સાકરીયા કે જેમને 20 વર્ષ પહેલા નર્સ તરીકે સેવાઓ આપી હતી જેનો તેમને બહોળો અનુભવ હતો ત્યાર પછી ઘણા લાંબા સમય બાદ કોરોના ની આ મહામારીમાં જ્યારે આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા ઠેર-ઠેર વોર્ડ દીઠ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયાં. જેમાં શરૂઆતમાં ડોકટર્સ અને નર્સ ની અછત રહેતાં નગર સેવક દીપતિબેન દ્વારા જ નર્સની કામગીરી શરૂ કરવામાં આવી.
20 વર્ષ પહેલાનો નર્સ તરીકેનો તેમનો અનુભવ તેમને કોરોનાના આ કપરા કાળમાં લોકોની સેવા કરીને વિવેકાનંદના 'જનસેવા એ જ પ્રભુસેવા' ના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવામાં કામ લાગ્યો. દિપ્તીબેન એ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા સિવાય કોરોના ગ્રસ્ત દર્દીઓ ની સારવાર કરવાનું શરુ કર્યું તેમણે જુદા જુદા આઇસોલેશન વોર્ડમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ની ખરા દિલથી સારવાર કરી એક દીકરીની જેમ દર્દીઓની સારવાર કરનાર દીપ્તિ બેન સાકરીયા ને અનેક સારવાર મેળવી રહેલ દર્દીઓના આશીર્વાદ મળ્યા છે એ તેમના માટે સૌથી મોટી મૂડી છે એમ સેવાનો ગર્વ લેતા દિપ્તીબેન જણાવે છે.
સુરત મહાનગરપાલિકા માં પ્રથમવાર આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો ચૂંટાયા છે. જેમાં મહિલા નગરસેવકો નો પણ સમાવેશ થાય છે. અને આ મહિલા નગરસેવકો પૈકીના એક નગરસેવક દીપ્તિ બેન સાકરીયા છે. જોકે જેટલા પણ આમ આદમી પાર્ટીના નગરસેવકો છે એ તમામ નગર સેવકો દ્વારા પોતાના વોર્ડ પ્રમાણે isolation કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અનેક સેવાભાવી સંસ્થાઓ નો તેમને સાથ મળ્યો છે. દિપ્તીબેન હાલમાં સતત આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સેવામાં વ્યસ્ત રહે છે. ત્યારે તેમના સોશિયલ મીડિયા મેસેન્જર માં આવેલો એક મેસેજ એ ખરેખર કોરોના ગ્રસ્ત દર્દીઓ ની દીપ્તિબેન દ્વારા જે ખરા મનથી સેવા કરવામાં આવે છે તેને ઉજાગર કરે છે. તેમની કોરોના ના દર્દીઓ ની સેવાથી પ્રભાવિત થયેલા એક યુઝર્સે પ્રસંશા કરતાં લખ્યું કે, ' આપ કોણ છો એ નથી ખબર,પણ બેન આપ કોઈક ફરિશ્તા છો. અને તમે આપમાં છો એ ગર્વની વાત છે'