Exclusive : અમિત શાહની ગુજરાત મુલાકાતના આ વિવાદ બાદ સી.આર.પાટીલ કેમ એકાએક દિલ્હી પહોંચ્યા ?
અમિત શાહની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે કોઈ કાર્યક્રમમાં સી.આર.પાટીલ શાહ સાથે ન દેખાતાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : અમિત શાહની બે દિવસીય ગુજરાત મુલાકાત ના પ્રથમ દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એરપોર્ટ પર અમિત શાહ નું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ અમિત શાહ સાથે કોઈ પણ કાર્યક્રમમાં ન દેખાતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા.
જેમાં અમિત શાહે સી.આર.પાટીલ ને પોતાના કાર્યક્રમો થી અળગા રાખ્યા હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાવા લાગ્યું હતું. એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ પણ અમિત શાહે પાટીલને અળગા કેમ રાખ્યા એને લઈને ભાજપના નેતાઓને વેધક સવાલ કર્યો હતો જેને લઇને રાજકારણ ગરમાયું હતું.
જો કે બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી. એટલું જ નહીં અમિત શાહે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ ભાજપના વિવિધ હોદ્દેદારો સાથે મિટીંગો કરી ધારાસભ્યોનો પણ ક્લાસ લીધો હતો. ઉપરાંત અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. જેને લઇને ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો અને અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. પરંતુ આ તર્ક વિતર્કો ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપીને પડદો પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ ગુજરાતના રાજકારણમાં હજુ પણ કેટલીક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે. આ અટકળો વચ્ચે ગઈકાલે સી આર પાટીલ અમદાવાદ થી સુરત આવ્યા બાદ સીધા દિલ્હી જવા રવાના થયા છે. જેને લઇને પુનઃ ચર્ચાઓ જાગી છે. મળતી માહિતી મુજબ સી.આર.પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી જાય એવી શક્યતાઓ છે.
જો કે પાટીલ સંસદીય ક્ષેત્રના કામોને લઈ અવાર નવાર દિલ્હી જતા હોય છે પણ અમિત શાહ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ અને વી.સતીશ ની ગુજરાત મુલાકાત બાદ તરત જ પાટીલે દિલ્હી ભણી જતા પુનઃ અટકળોનો દોર શરૂ થયો છે.જો કે પાટીલની PM મોદી સાથેની બેઠકમાં આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ ને લઈ ચર્ચા થઈ શકે છે.