ગુજરાત બોર્ડની ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ક્યારે યોજાશે ? શાળાઓ ક્યારે ખુલશે ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના મહામારી ને લઈને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શાળાઓ બંધ છે ત્યારે આ ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ક્યારે યોજાશે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉતરાયણ સુધીમાં અથવા ઉતરાયણ બાદ ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય તેવી શક્યતા છે.
ગુજરાત બોર્ડની પરીક્ષા 10 મે અથવા 17 મેથી શરૃ થાય તેવી શક્યતા છે. થોડા દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ સ્કૂલોનું અને તેના વિષયવાર શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી ધો. 10-12 ની બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાવાનું શરૂ થશે.
મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિની થોડા જ દિવસમાં બેઠક મળશે અને જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવામા આવશે. જો કે તે પહેલાં પરીક્ષાની તારીખો સરકારની મંજૂરીથી જાહેર કરી દેવાશે. મળતી માહિતી મુજબ 10 મે અથવા 17 મેથી ગુજરાત બોર્ડની ધો.10-12 ની પરીક્ષા શરૃ થાય તેવી શક્યતા છે. અંદાજે 18 થી 19 લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. જો કે સ્કૂલો ફેબુ્રઆરી સુધી નહી ખુલે. ફેબ્રૂઆરીમાં પણ સ્કૂલો ક્યારથી ખોલવી તે બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કમિટી નિર્ણય કરશે.