ખેડૂતો માટે ખુશખબર
ગુજરાતના ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી. સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ પાંચ હેક્ટરથી ઘટાડીને બે હેક્ટર કરાઈ.