CM રૂપાણીની તબિયત અંગે કોંગ્રેસના અમિત ચાવડાએ શુ કહ્યું ? PM મોદીએ કોને કર્યો ફોન ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાના નિઝામપુરામાં સભા સંબોધી રહ્યા હતા. ત્યારે તેમની તબિયત લથડી હતી.તેઓ સ્ટેજ પર ઢળી પડયા હતા. જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા.
બાદમાં ડૉક્ટરની ટીમે તેમની તપાસ કરી અને ગ્લૂકોઝ પીવડાવ્યું હતું અને બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો. ત્યારબાદ તેઓ જાતે થોડીવારમાં કોઈના ટેકા વગર ચાલતા પોતાની ગાડીમાં જઈને બેઠા હતા. થાક અને ડીહાઇડ્રેશન ને લીધે ચક્કર આવ્યા હોવાનું UN મહેતા હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું.આજે હેલ્થબુલેટિન જાહેર થશે.
મુખ્યમંત્રીની તબિયતને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ અને દિગ્ગજોએ ટ્વિટ કર્યા હતા.
મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 10 ડોક્ટર્સની ટીમે CMની તપાસ કરી છે. અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામ રિપોર્ટ નોર્મલ છે. CM રૂપાણીને 24 કલાક ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં રખાશે. હાલમાં CM રૂપાણીને કોઇ તકલીફ નથી.
મુખ્યમંત્રીની તબિયત અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, સ્વાસ્થ્યને લઇને સમાચાર મળ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મંચ પર બેહોશ થઇ ગયા. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.