ઊંઝા ધારાસભ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું : પત્રિકામાં આમંત્રિત દિગજ્જ મંત્રીઓ જ રહ્યા ગેરહાજર ?
મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી બળવંતસિંહ રાજપૂત નું આમંત્રણ પત્રિકામાં હતું નામ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : ઊંઝાના ધારાસભ્ય ના નવીન લોકસંપર્ક કાર્યાલયનો આજે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોમભાઈ મોદીના હસ્તે રીબીન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.આ પ્રસંગે સંગઠન ઉપાધ્યક્ષ રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, એમ.એસ.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.તદુપરાંત મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર પણ હાજર રહ્યા હતા.
આમંત્રણ પત્રિકામાં આમંત્રિત મહેમાનો પૈકી સિદ્ધપુરના ધારાસભ્ય એવા મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વિસનગરના ધારાસભ્ય, મંત્રી ઋષિકેશ પટેલ ની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.અત્રે નોંધનીય છે કે થોડા સમય પૂર્વે ધારાસભ્ય ના કાર્યાલય ના ઉદ્દઘાટનની આમંત્રણ પત્રિકામાં મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખનું નામ નહીં હોવાનો વિવાદ સર્જાતાં પાછળથી ભૂલ સુધારવામાં આવી હતી.જો કે ખાસ પત્રકારોની પણ હાજરી જોવા મળી ન હોવાનું જાણવા મળ્યું છે.