Breaking : સુરતમાં એક અઠવાડિયા માટે તમામ ટ્યુશનકલાસ બંધ કરી ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરાયો

Breaking  :   સુરતમાં એક અઠવાડિયા માટે તમામ ટ્યુશનકલાસ બંધ કરી ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ મહાનગરોમાં કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં કોરોના ટેસ્ટિંગ કરાતા કેટલીક શાળાઓ માંથી વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખીને ઓનલાઇન શિક્ષણ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે મોડી સાંજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના ટ્યુશન ક્લાસીસને એક અઠવાડિયા માટે બંધ રાખી ઓનલાઇન ચલવવા માટે મહાનગરપાલિકા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

" મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા કમિશનર બંછાનિધિ પાની ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે એક અઠવાડિયા માટે ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓમાં કોરોના નું સંક્રમણ ફેલાતું અટકે "

અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધી રહી છે ત્યારે સુરત માં કોરોના ના કેસો માં સૌથી વધારે ઉછાળો નોંધાયો છે. જેમાં શાળાઓમાં અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયું હતું. એટલું જ નહીં તકેદારીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા એક અઠવાડિયા માટે સુરત શહેરના તમામ કલાસીસ બંધ રાખી ઓનલાઇન શિક્ષણ આપવા માટે આદેશ કર્યો છે. જેમાં આદેશનું ઉલ્લંઘન કરનાર સંચાલકો સામે આઈપીસી કલમ-188, એપેડેમીક ડીસીઝ એકટ-1897 તથા ડિઝાઝસ્તર મેનેજમેન્ટ - 2005  મુજબ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.