VGGS 2024: 21 લોકનૃત્યો રજૂ કરી દેશ-વિદેશના મુલાકાતીઓ કરાયું મનોરંજન
Mnf network: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના 20 દેશોના અંદાજે 1 હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.
ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને ભવ્ય વારસાને પ્રસિદ્ધ 21 લોકનૃત્યો થકી ટ્રેડ શોમાં 190થી વધુ કલાકારોએ મુલાકાતીઓનું મનોરંજન કર્યું હતું
ટ્રેડ શો જોવા આવેલ મુલાકાતીઓએ પ્રદર્શન જેટલું જ આ લોકનૃત્યોને રસપૂર્વક નિહાળ્યા અને માણ્યા હતા. આ લોકનૃત્યોનો સાથે ઝૂમીને આનંદ મેળવ્યો હતો.
ગુજરાતના પ્રખ્યાત લોકનૃત્ય આદિવાસી મેવાસી નૃત્ય, ડાંગી નૃત્ય, પઢાર નૃત્ય, મણિયારો રાસ, દાંડિયા રાસ, ગરિયા નૃત્ય, સિદ્દી ધમાલ નૃત્ય, હુડો, ટીપણી નૃત્ય, બેડા ગરબા જેવા થકી ટ્રેડ શોમાં અલગ અલગ પોડિયમ પર લોકનૃત્ય કર્યા હતા.