વડાપ્રધાન મોદી અને, ભાજપે સ્વામી વિવેકાનંદને નમન કર્યા
Mnf network: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ, સ્વામી વિવેકાનંદના ગુણોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. વડાપ્રધાન તેમની જન્મજયંતિ પર ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રના નાસિકમાં, આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ આજે સવારે તેમના એક્સ હેન્ડલ પર લખ્યું," ભારતીય અધ્યાત્મ અને સંસ્કૃતિને વૈશ્વિક પટલ પર સ્થાપિત કરનાર સ્વામી વિવેકાનંદજી ને તેમની જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે શત શત નમન. યુવાનોને ઉર્જા અને ઉત્સાહથી ભરેલા તેમના વિચારો અને સંદેશ યુગ-યુગાંતર સુધી કંઈક કરવાની પ્રેરણા આપતા રહેશે."
બીજેપી એ પણ સવારે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું,"વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા મહાન આધ્યાત્મિક ગુરુ અને યુવાઓના પ્રેરણા સ્ત્રોત્ર સ્વામી વિવેકાનંદજી ને તેમની જયંતિ પર કોટી-કોટી વંદન."