સુરત: જાહેર માર્ગ પર પોલીસ ચોકી સામેથી જ ગટર નું ઢાંકણ કોણે ગાયબ કર્યું? કમિશ્નર અને મેયર એ ગંભીર નોંધ લીધી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત ના વેડરોડ સિંગણપુર ચોકડી પાસે જાહેર રોડ પર થી ગટરનું ઢાંકણ ગાયબ થઈ જતા અકસ્માત થવાની સંભાવના હતી. જેના સંદર્ભમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને મેયરને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ગટરનું ઢાંકણ મરામત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેડરોડ પર સિંગણપુર ચોકડી પર ગટર પરથી ઢાંકણ ગાયબ થઈ ગયું હતું. જેને લઈને ફરીથી કેદાર વાળી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિકોએ અને પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક ધોરણે બેરીકેટ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ થતા મીડિયા પણ સ્થળ પર આવી પહોંચ્યું હતું ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ બાબતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી ને ટેલીફોનિક અને whatsapp સંદેશ મારફતે જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક ધોરણે આ ગટર પર નવું ઢાંકણ લગાવવામાં આવ્યું હતું અને તેને દુરસ્ત કરવામાં આવ્યું હતું. આમ મહાનગરપાલિકાના કમિશનર અને મેયર એ ઘટનાની ગંભીરતાના સંદર્ભમાં કરેલી તાત્કાલિક કાર્યવાહીને કારણે એકવાર ફરીથી કેદાર જેવી દુર્ઘટના થતા અટકી હતી.