Exclusive: ઊંઝા માં અદ્રશ્ય થયેલ ધારાસભ્ય વડનગરમાં પ્રગટ થયા !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર અને ઊંઝા એમ બંને શહેરો અને તાલુકાઓનો ઊંઝા વિધાનસભા વિસ્તારમાં સમાવેશ થાય છે. જોકે ઊંઝા વિધાનસભાને ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ ભાજપનો ગઢ ગણાતી ઊંઝા વિધાનસભા છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યની કામગીરી અને સંગઠનમાં સંકલનના અભાવને લઈને વિવાદોમાં રહી છે.
ધારાસભ્યની સંગઠન પર નબળી પક્કડ
તાજેતરમાં વડનગર તાલુકા પંચાયતમાં શુક્રવારે મારી માટી મારો દેશ અંતર્ગત યોજાયેલી કળશયાત્રામાં ભાજપના 13 પૈકી 8 સદસ્યો ગેરહાજર રહેતાં અનેક તર્કવિર્તક વહેતા થયા છે.નવા વરાયેલ મહિલા પ્રમુખ સામે પણ હજુ અસંતોષનો ચરૂ ઉકળતો છે.અગાઉ પંડિત દિનદયાલ યોજના અંતર્ગત અંત્યોદય યોજના ધારાસભ્યની ગેરહાજરી વચ્ચે યોજાયેલ કાર્યક્રમમાં પણ નારાજ સદસ્યો ગેરહાજર રહ્યા હતા.સમય અગાઉ ઊંઝા નગર પાલિકામાં પ્રમુખ ની વરણી વખતે પણ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને માંડ માંડ ભાજપની પ્રતિષ્ઠા ટકી હતી !
ઊંઝામાં વહીવટી તંત્રના કાર્યક્રમમાં અદ્રશ્ય ધારાસભ્ય વડનગરમાં પ્રગટ થયા !
ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તાજેતરમાં વડનગર ભાજપ સંગઠન ના whatsapp ગ્રુપમાં કરાયેલી એક પોસ્ટને લઈને તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ હતી. જેમાં ધારાસભ્યની નારાજગી હોવાનું અર્થઘટન મીડિયાના અહેવાલોમાં થયું હતું. જોકે ઊંઝા તેમજ વડનગરમાં કાર્યકરો તેમજ ભાજપના હોદ્દેદારો વચ્ચે સંકલન નો અભાવ હોવાને કારણે અવારનવાર યોજાતા કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાતો રહે છે.તો વળી ધારાસભ્ય દ્વારા કાર્યકરોના અને મતદારોના કાર્યો સંતોષકારક નહીં થતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં ઊંઝા ખાતે વહીવટી વિભાગ દ્વારા યોજાયેલા સંસ્કૃતિ પ્રોગ્રામમાં ધારાસભ્ય ની સૂચક ગેરહાજરી રહી હતી તો બીજા દિવસે વડનગરમાં શેરી ગરબાઓમાં ધારાસભ્યએ હાજરી આપી હતી. ત્યારે બંને તસવીરો અને સમય અગાઉ ધારાસભ્યએ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મૂકેલી પોસ્ટને લઈને એક સવાલ ચોક્કસથી થાય કે ધારાસભ્ય વડનગર સંગઠનથી નારાજ છે કે ઊંઝા સંગઠનથી ?
વડનગર નો APMC નો મુદ્દો ટલ્લે ચડ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એપીએમસી નો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ટલ્લે ચડ્યો છે. પૂર્વ ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલ દ્વારા એપીએમસી માટે સક્રિય પ્રયત્નો થયા હતા.પરંતુ તેમના નિધન બાદ આ મુદ્દો ટલ્લે ચડતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.
વડનગર શહેર પ્રમુખનો કાર્યકાળ કેટલો ? કયાં સુધી ?
વડનગર શહેર પ્રમુખ નો કાર્યક્રમ આશરે ત્રણ વર્ષ જેટલો પૂર્ણ થયો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું હતું કે સામાન્ય રીતે શહેર પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. જોકે વડનગર શહેર પ્રમુખ નો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે છતાં કોઈ ફેરફાર જણાતો નથી.ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે શું આગામી ત્રણ વર્ષ માટે શહેર પ્રમુખને એક્સટેન્શન આપવામાં આવ્યું છે કે કેમ ?
તાલુકા સંગઠન માં પણ નારાજગી સપાટી પર આવી
વડનગર તાલુકા પંચાયતમાં શુક્રવારે મારી માટી મારો દેશ અંતર્ગત યોજાયેલી કળશયાત્રામાં ભાજપના 13 પૈકી 8 સદસ્યો ગેરહાજર રહેતાં અનેક તર્કવિર્તક વહેતા થયા છે.નવા વરાયેલ મહિલા પ્રમુખ સામે પણ હજુ અસંતોષનો ચરૂ ઉકળતો છે.
PM મોદી નું વતન છે વડનગર
વડનગર એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના વતનમાં જ ભાજપ સંગઠનમાં ક્યાંક ને ક્યાંક તિરાડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના પાછળ આ વિસ્તારના ધારાસભ્ય અને શહેર પ્રમુખ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ધારાસભ્ય અને શહેર પ્રમુખ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હોદ્દેદારો અને કાર્યકરો સાથે યોગ્ય રીતે સંકલન ન થતું હોવાને કારણે અવારનવાર છુપી નારાજગી પ્રગટ થતી હોવાનો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.