Exclusive : ઊંઝા APMC માં ભાજપ કંઈ થીયરી અપનાવશે ? કોણ બનશે બાજીગર ?

Exclusive :  ઊંઝા APMC માં ભાજપ કંઈ થીયરી અપનાવશે ? કોણ બનશે બાજીગર ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી માં ચૂંટણીને લઇ ભારે રસાકસી જોવા મળી રહી છે જેમાં ભાજપના જ બંને જૂથો આમને સામને ટકરાયા છે. જેમાં એક જૂથ ધારાસભ્યનું છે તો બીજું જૂથ પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલનું છે.

ત્યારે એપીએમસીની આ ચૂંટણીમાં ભાજપના મેન્ડેડને લઈને પણ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. કારણકે રાજકોટ ની ઘટનાનું ઊંઝા એપીએમસી માં પુનરાવર્તન ન થાય તે માટે ભાજપ પણ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ મેન્ડેડ આપવા ભાજપ કઈ થીયરી વાપરશે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો જોવા મળે છે.

જોકે આગામી ચૂંટણીઓમાં ભાજપે ' એક વ્યક્તિ અને એક હોદ્દો ' તેમજ ' નો રિપીટ થિયરી ' જેવી બે ફોર્મ્યુલાઓ અપનાવી છે પરંતુ ભાજપની આ બંને ફોર્મ્યુલાઓનો ગુજરાતમાં અનેક ઠેકાણે ભંગ થતો પણ સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યારે ઊંઝા એપીએમસી માં ભાજપ કયા પ્રકારની થીયરી અપનાવશે તે એક મોટો કોયડો છે. 

જોકે ભાજપ એક વ્યક્તિ અને એક હોદ્દા વાળી થીયરી અપનાવે તો ધારાસભ્ય જૂથ કરતા દિનેશ પટેલના જૂથનું પલ્લુ ભારે થઈ શકે છે. બીજી બાજુ દિનેશ પટેલ ના કાર્યકાળમાં ઊંઝા એપીએમસીએ અનેક સિદ્ધિઓ અને સફળતાના સોપાન સર કર્યા છે. તેમજ તેમના વહીવટીય શાસનમાં ઊંઝા એપીએમસી ની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે હવે ભાજપ 'નો રિપીટ થિયરી' અપનાવશે કે પછી 'એક વ્યક્તિ અને એક હોદ્દા' વાળી થીયરી અખત્યાર કરશે તે આવનાર સમય જ બતાવશે !