વિધાનસભા સત્ર : ગુજરાતે એગ્રિકલચર ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી

વિધાનસભા સત્ર : ગુજરાતે એગ્રિકલચર ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી

ભારતમાં પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર

ભારતની પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' શરુ કરવાની ગુજરાતની આ આગવી પહેલ છે

MNF Network: ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી' હવે 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' મહત્વની ભૂમિકા ભજવશે.

વધુમાં જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં અનુભવી-જાણકાર માનવ સંશાધન ઉપલબ્ધ કરાવાના હેતુથી ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટીનું નામ બદલીને 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી' કરવું જરૂરી હોઈ આ વિધેયક લાવવામાં આવ્યું છે.