ઊંઝા : નગરજનોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇ પાલિકા પ્રમુખે લીધો મહત્વનો નિર્ણય

ઊંઝા : નગરજનોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇ પાલિકા પ્રમુખે લીધો મહત્વનો નિર્ણય

શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ

જીતુભાઈ મિલન સહિતના કોર્પોરેટરો સાથે પાલિકા પ્રમુખ કરે છે સફાઈ નિરીક્ષણ

પાલિકા પ્રમુખની કામગીરી થી નગરજનોમાં ખુશીની લહેર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ પદગ્રહણ કરતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે અને શહેરની કાયા પલટ માટે તેઓ કોર્પોરેટરોને સાથે રાખી ખૂબ જ સક્રિય બનીને કામગીરી કરી રહ્યા છે. નગરજનોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોનો ત્રાસ હતો જેમાં એક આધેડનું રખડતા ઢોરને કારણે મોત નીપજ્યું હતું. ત્યારે આ રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા માટે તાજેતરમાં પાલિકા દ્વારા ઢોર પકડવા માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને ઢોર પકડ ઝુંબેશને ખૂબ જ તેજ બનાવવામાં આવી છે.

તો બીજી બાજુ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માર્ગો પર સફાઈ યોગ્ય રીતે થતી ન હતી ત્યારે નવનિયુક્ત પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે શહેરમાં થતી રાત્ર્રી સફાઈ પર યોગ્ય વોચ રાખી છે અને સફાઈ નો અગાઉનો જે કોન્ટ્રાક્ટ હતો જેને કારણે પાલિકાને ભારે બોજો પડતો હતો તે રદ કરીને નવી સફાઈ એજન્સીની નિયુક્તિ કરી છે. એટલું જ નહીં પાલિકા પ્રમુખ ખુદ સફાઈ કામનું અવારનવાર નિરીક્ષણ કરી રહ્યા છે.

આમ પાલિકા પ્રમુખ દ્વારા શહેરના વિકાસને વેગવંતો બનાવવા માટે મહત્વના લેવામાં આવી રહેલા નિર્ણયોને કારણે નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.