સુરત : પોલીસ સ્ટેશનમાં જ પી.એસ.આઇ એ મહિલા ફરિયાદીને અભદ્ર ગાળો આપી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ : સુરતના પાંડેસરા પોલીસ મથકના પીએસઆઇ રાઠોડે ફરિયાદ કરવા આવેલી મહિલાઓ તેમજ યુવતીઓને મા-બેન સમાન ગાળો આપીને અભદ્ર વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ થતાં વાતાવરણ ગરમાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરા વિસ્તારમાં રહેતા એક સગીર અને સગીરા વચ્ચે કોઈક બાબતે માથાકૂટ ચાલતી હતી. બંનેના પરિવારો પોલીસ મથકે ફરિયાદ આપવા માટે ગયા હતા. આ દરમિયાન બંને પરિવારોની વાત સાંભળી રહેલા પીએસઆઇ એ.એન. રાઠોડે અચાનક જ એક પરિવારની સાથે ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ
પાંડેસરા પીઆઈ એ કહ્યું કે, સગીરાના ફોટો વાઇરલ કરવાની ઘટના અંગે બંને પક્ષોને બોલાવ્યા હતા. બંને પક્ષો એકબીજાને ઓળખતા હતા અને સગીરની સામે ગુનો દાખલ ન થાય તે માટે સમજાવવામાં આવી રહ્યા હતા. ઉપરાંત સગીરના પિતા નશાની હાલતમાં હતા અને તેઓ ગમે-તેમ બોલતા હતા. જો કે, પીએસઆઇએ પણ અશિસ્ત વર્તન કરીને ગાળો બોલી છે. આ બાબતે તપાસ શરૂ કરી છે.
સ્ટેશનમાં હાજર અનેક યુવતીઓ હાજર હોવા છતાં પણ આ પોલીસ અધિકારીને બોલાવાનું ભાન રહ્યું ન હતું અને રોષ ઠાલવ્યો હતો. કાયદાના રક્ષકએ બેફામ વર્તન કરીને ત્યાં હાજર પક્ષોને બેન સમાન ગાળો આપી હતી અને બહાર ચાલ્યા જવા માટે ધમકાવ્યા પણ હતા. બીજી તરફપીએસઆઇ રાઠોડની દાદાગીરીનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા લોકો પીએસઆઇ સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ઘટનાને લઇને ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસનો ધમધમાટ