યુવા સરપંચની મુખ્યમંત્રીને રજૂઆત : ગ્રામ પંચાયતોને કોવિડ વ્યવસ્થાપન માટે ગ્રાન્ટ ઉપયોગમાં લેવાની પરવાનગી આપો
ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ આરોગ્ય સાધનોની ખરીદી કરવા માટે મંજૂરી આપવા માંગણી
વિશોળ સરપંચ હર્ષદભાઈ પટેલ એ કરી મુખ્યમંત્રીને રજૂઆત
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિકાસના કામોની ગ્રાન્ટમાંથી આરોગ્યલક્ષી સાધનો ખરીદવાની મંજૂરી આપવા બાબતે વિસોળ સરપંચ હર્ષદભાઈ પટેલ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.
વૈશ્વિક મહામારી કોવિડ19 સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે જે હાલમાં આપણા ગુજરાતમાં પણ ભયંકર સ્થિતિ ફેલાયેલ છે જેની અસરો આ સમયે ગ્રામ વિસ્તારમાં પણ વધુ જોવા મળે છે.આ પરિસ્થિતિમાં લોકો આરોગ્ય લક્ષી સાધનોની અછત ને લીધે તકલીફો વેઠી રહ્યાં છે આવી પરિસ્થિતિમાં ગ્રામકક્ષા એ પણ આ ગંભીર બીમારી માટે જરૂરી ઓક્સિજન મશીન જેવા આરોગ્યલક્ષી સાધનો ઉપલબ્ધ થઈ શકે તે પણ જરૂરી છે આવા સમયમાં ગ્રામ પંચાયતો દ્રારા પણ લોકોની સારવાર તેમજ કોરોના પોઝિટિવ લોકોને કોરોન્ટાઇન કરવા જેવી કામગીરી કરી રહ્યા છે.
પરંતુ ઇમરજન્સીના સમયમાં ગ્રામ કક્ષા એ સાધનોનો અભાવ હોઈ ગ્રામ પંચાયતોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતો સીધા ઓક્સીજન મશીન જેવા આરોગ્યલક્ષી સાધનો ખરીદી શકે તે અંગેની જરૂરી કાર્યવાહી કરી મજૂરી આપશો તો ગ્રામ્યકક્ષા એ કોરોનાના લીધે થતા મૃત્યુ દરમાં ઘટાડો થઈ શકે છે તેવી રજૂઆત કરાઈ છે.