સોશ્યલ મીડિયામાં ટીકા : ભાજપના આ ધારાસભ્યને 10 વર્ષમાં આ કામ ન કરવા બદલ લિમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળવું જોઈએ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : હાલમાં કોરોના ની કપરી પરિસ્થિતિમાં એક બાજુ ઓક્સિજન ઉપલબ્ધ નથી, બીજી બાજુ હોસ્પિટલોમાં બેડ નથી મળતા, તો વળી વેન્ટિલેટર નો અભાવ છે, રેમ ડેસીવર માટે લોકો લાઈનમાં ઊભા છે અને આ બધું ઓછું હોય તેમ સ્મશાનોમાં મૃતદેહો નો અગ્નિસંસ્કાર કરવા માટે જગ્યા નથી અને ક્યાંક લાકડાનો પણ અભાવ છે ત્યારે થોડાક દિવસ અગાઉ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સ્મશાનમાં લાકડાં આપવાને લઇને બરાબરના વિવાદોમાં ઘેરાયા હતા. સોશિયલ મીડિયામાં મુકેશ પટેલ ની પોસ્ટ ઉપર લોકોએ જાતજાતની કોમેન્ટો કરી હતી અને મુકેશ પટેલની આકરી ટીકા કરી હતી.
ત્યારે હજુ પણ સોશિયલ મીડિયામાં મુકેશ પટેલની ટીકાઓ થઈ રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર દ્વારા મુકેશ પટેલની આકરી ટીકા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર તુષાર મેપાણી દ્વારા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની આકરી ટીકા કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે તુષાર મેપાણી દ્વારા સમય અગાઉ સુરત મહાનગરપાલિકાના શૌચાલય કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેને લઈને ભાજપ શાસિત સુરત મહાનગર પાલિકા સામે અનેક સવાલો ઉઠયા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તુષાર મેપાણીએ સોશ્યલ મીડિયા મારફતે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની આકરી ટીકા કરતાં લખ્યું છે કે, ' દસ વર્ષમાં એક પણ હોસ્પિટલનું નિર્માણ ન કરવા બદલ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ને લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવું જોઈએ.' આમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તુષાર મેપાણીએ ધારાસભ્ય મુકેશ પટેલની 10 વર્ષની રાજકીય કારકીર્દિમાં થયેલ કાર્યો સામે મહત્વનો સવાલ ખડો કર્યો છે. જોકે મુકેશ પટેલ દ્વારા તેમના વિસ્તારમાં ૧૦ વર્ષમાં આરોગ્યલક્ષી સુવિધાઓ માટે કેટલી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી એ એક મોટો સવાલ છે. જે હવે સોશિયલ મીડિયામાં ચર્ચાવા લાગ્યો છે.