સોશ્યલ મીડિયામાં મેસેજ ફરતો થયો : મતદાન વખતે તક્ષશિલા કાંડમાં હોમાયેલ 22 નિર્દોષોના મોતને ભૂલી ન જતા

સોશ્યલ મીડિયામાં મેસેજ ફરતો થયો : મતદાન વખતે તક્ષશિલા કાંડમાં હોમાયેલ 22 નિર્દોષોના મોતને ભૂલી ન જતા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બરાબરનો જંગ જામ્યો છે. કોંગ્રેસ પાટીદારો સાથે ની ગદ્દારી ને કારણે ભારે ચર્ચામાં આવી છે. તો બીજી બાજુ સુરતમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ધીમે ધીમે વધી રહ્યું છે. જોકે ભાજપના અગાઉના પાંચ વર્ષના શાસનમાં અનેક ભ્રષ્ટાચારો પણ થયા છે અને લોકોને સુશાસનના નામે મૂર્ખ પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ભાજપ વિરોધી પ્રચાર અભિયાન શરૂ થયું છે.

સોશિયલ મીડિયામાં સમય અગાઉ ભાજપના શાસકોની બેદરકારીને લીધે  તક્ષશિલા કાંડનો એક મેસેજ ફરતો થયો છે. જેમાં 22 નિર્દોષ માસૂમના મોત ને ગાઠીયા,ચવાણું કે ભજીયા ની લાલચમાં મતદાન કરતી વખતે ભૂલી નહિ જતા એવો એક સંદેશ ફરતો થયો છે. અત્રે નોંધનીય છે કે તક્ષશિલા કાંડ માં ભાજપના શાસકો ની ભ્રષ્ટાચારની નીતિને કારણે 22 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

તક્ષશિલા કાંડ એ સુરતની સૌથી મોટી ગોઝારી ઘટના હતી. જેમાં નગરપાલિકાના શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે ૨૨ જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે સુશાસનની વાતો કરતા ભાજપે ગુનેગારોને કડક સજા આપવામાં બિલકુલ  ઢીલી નીતિ દાખવી હતી. એમાંય સુરતના મેયર જગદીશ પટેલ જેવા શાસકોને લીધે તક્ષશિલા કાંડ થી સુરત માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બદનામ થયું હતું અને સુરતની આ હિચકારી ઘટના એ આખા દેશના દેશવાસીઓની આંખમાં આંસુ લાવી દીધા હતા. ત્યારે હવે મતદાન કરતી વખતે આવા ભ્રષ્ટ શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત ને પાઠ ભણાવવાનો સમય આવી ગયો હોવાનું આ મેસેજ દ્વારા આડકતરી રીતે કહેવામાં આવ્યું છે.