Exclusive : વિશ્વમાં સૌથી મોટું અને કડક લોકડાઉન કરનાર બ્રિટન કોરોનાને મ્હાત આપી કેવી રીતે થયું અનલોક ?

Exclusive : વિશ્વમાં સૌથી મોટું અને કડક લોકડાઉન કરનાર બ્રિટન કોરોનાને મ્હાત આપી કેવી રીતે થયું અનલોક ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,લંડન  (ઋત્વિઝ તળાવીયા) : વિશ્વનું સૌથી મોટું અને કડક lockdown જ્યાં લાદવામાં આવ્યું હતું એ બ્રિટન ગત સોમવારથી હવે ધીમે ધીમે અનલોક થવા જઈ રહ્યું છે. બ્રિટન 97 દિવસ બાદ ફરીથી ધીમે ધીમે ધબકવા લાગ્યું છે. બ્રિટનમાં કોરોના બેકાબૂ થતાં ૫ જાન્યુઆરીથી અહીં સૌથી કડક lockdown લાદવામાં આવ્યું હતું.

જોકે આમ તો ડિસેમ્બરથી જ બ્રિટનમાં કેટલાક કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે બ્રિટન અને લખતા ધીમે ધીમે પુનઃ રિટેલર દુકાનો, જિમ, હેર સલૂન વગેરે ખૂલી રહ્યા છે. પૂર્વ નિર્ધારિત યોજના મુજબ ૨૧ જૂન થી અહીં સંપૂર્ણ પણે lockdown હટાવી લેવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે બ્રિટનને જ ઝડપથી રસીકરણ કરીને કોરોના ઉપર કાબૂ મેળવી લીધો છે. જાન્યુઆરીની શરૂઆતમાં બ્રિટનમાં રોજના 55 હજાર જેટલા કેસ નોંધાતા હતા. જે નો આંકડો હવે 4000 નીચે આવી ગયો છે. બ્રિટન ૪૮ ટકા થી વધારે લોકોને કોવિશિલ્ડ વેકસીન આપી ચૂક્યું છે.

 વિડીયો જોવા નીચેની લિંક ક્લિક કરો....