બંગાળમાં ભાજપની ભૂંડી હારને લઈ સોશ્યલ મીડિયામાં મોદી અને ભાજપની ઉડી મજાક, જાણો- લોકોએ કેવી કૉમેન્ટ્સ કરી ?

બંગાળમાં ભાજપની ભૂંડી હારને લઈ સોશ્યલ મીડિયામાં મોદી અને ભાજપની ઉડી મજાક, જાણો- લોકોએ કેવી કૉમેન્ટ્સ કરી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) :  પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર રેલીઓમાં મમતા બેનર્જીને 'દીદી ઓ દીદી' તરીકે ચીડવ્યા હતા. મોદીએ તેમની ઘણી રેલીઓમાં મમતા બેનર્જી માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે 2 મેના રોજ આવેલ ચૂંટણીના પરિણામો જેમ જેમ સ્પષ્ટ થતા ગયા તેમ તેમ ફરી, 'દીદી ઓ દીદી' સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું હતું. છે. એટલું જ નહીં ગુજરાતીઓએ પણ મોદી સરકારની અને ભાજપની સોશિયલ મીડિયામાં ઠેકડી ઉડાવી હતી.

પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામોને લઇને ગુજરાતના અનેક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાડવામાં આવી હતી. જોકે આ પાછળનું કારણે એ છે કે પશ્ચિમ બંગાળમાં માત્ર એક મમતા બેનરજીને હરાવવા માટે દેશના પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી સહિત આખી ભાજપ ની ફોજ કામે લગાડવા છતાં પણ બંગાળમાં ભાજપની ભૂંડી હાર થઈ હતી. ગુજરાતમાં પણ લોકો ભાજપના શાસન થી વર્તમાન સ્થિતિમાં ક્યાંકને ક્યાંક ખૂબ જ નારાજ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે બંગાળના પરિણામોને લઇને લોકોએ ભાજપની અને નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહની સોશિયલ મીડિયામાં ઠેકડી ઉડાવી હતી.

એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યુ છે કે,

' ટુંક માં કહીએ તો
પશ્ચિમ બંગાળ ની બુધ્ધીશાળી જનતા એ પોતાના રાજ્ય ને  ઉદ્યોગપતિઓ પાસે ખાનગીકરણનાં ઓઠા હેઠળ વેચાતું અટકાવ્યું.'

પશ્ચિમ બંગાળમાં ભાજપ ભૂંડી રીતે હાર ના પંથે 
નરેન્દ્ર મોદીની મહેનત તથા આબરૂ ધૂળધાણી.'

આ ઉપરાંત કોરોનાના કહેરને લઈ દેશની હાલમાં જે સ્થિતિ થઈ છે તેને લઈને સોશિયલ મીડિયામાં  ટીકા કરતાં લખાયું છે કે,

' 70-75 સીટ જીતવા માટે દેશ ને "લાશ" ના ઢગલા પર બેસાડી દીધો.'

તો વળી એક સ્ત્રી ને હરાવવા માટે ભાજપની આખી ફોજ ને કામે લગાડનાર પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમીત શાહ સામે નિશાન તાકતા આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલ બેન સાકરીયા એ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે,

" મહિલાઓને  ક્યારેય નજર અંદાજ ન કરો ... તેઓ પ્રેમથી શકિતશાળી મજબૂત શક્તિઓ સામે લડી શકે છે "

અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દાઢી ને લઇ તેમનો જે રવીન્દ્રનાથ ટાગોર જેવો લુક દેખાઈ રહ્યો છે તેને લઈને પણ સોશિયલ મીડિયામાં અનેક ટીકાઓ થઈ રહી છે.