ચાલુ zoom કલાસ દરમિયાન શિક્ષક પાસે તેની પત્ની આવી ગઈ અને પછી શરૂ થયો રોમાન્સ, વિદ્યાર્થીઓ જોતા જ રહી ગયા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના કાળમાં ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવી રહ્યું છે પછી એ નેતાઓને મીટીંગ હોય અધિકારીઓને મીટીંગ હોય કે શિક્ષણકાર્ય. એમાંય ખાસ કરીને કોરોના કાળમાં શિક્ષણકાર્ય હાલમાં ઓનલાઇન ચાલુ છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે ત્યારે એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં ઓનલાઇન શિક્ષણ દરમિયાન એક શિક્ષક પત્ની સાથે રોમાન્સ કરવા લાગ્યા જે કેમેરામાં કેદ થઇ ગયેલ કારણકે તેઓ શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યા પછી કેમેરો બંધ કરવાનું અને મીટીંગ પૂર્ણ કરવાનું ભૂલી ગયેલ હતા હાલમાં આ વીડિયોના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહ્યા છે.
કોલમ્બિયાની એક કેથલિક શાળાના ભૌતિકશાસ્ત્રના શિક્ષક રૂબેન ડેરિઓ પેરસ પોતાના ઓનલાઇન ક્લાસ જેવા જ પૂરા કર્યા કે તેની પત્ની તેની પાસે આવી ગઈ. શિક્ષક ઝૂમ ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો.આ દરમિયાન શિક્ષક પોતાની પત્ની સાથે રોમાન્સ કરતો નજરે પડ્યો, પરંતુ જેવી જ તેની નજર સ્ક્રીન પર પડી તે સમજી ગયો કે તે ઓનલાઇન ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો છે. પછી તેણે બંધ તો કર્યું, પરંતુ આ ઘટના ત્યાં સુધી વાયરલ થઈ ચૂકી હતી. શિક્ષકને પોતાની આ ભૂલનો અનુભવ થઈ ગયો. તેને અનુભવ થઈ ગયો કે એમ ન થવું જોઈએ. ત્યારબાદ શિક્ષકે બધાની માફી માંગી. આ વીડિયો બાદ તેમણે એમ પણ કહ્યું કે નિશ્ચિત રૂપે એ મારી ભૂલ હતી, કેમ કે મને ખબર નહોતી કે ક્લાસના અંતમાં કેમેરો હજુ ચાલુ છે.
શિક્ષક આગળ કહ્યું કે કોઈ પણ ક્ષણે મેં એ જાણી જોઇને નથી કર્યુ, એ આકસ્મિક હતું. હું ગુનો કરવા માટે માફી માગું છું. જોકે એ કેથલિક સ્કૂલના પ્રિન્સિપાલે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. શાળાના પ્રિન્સિપાલે એક નિવેદનમાં કહ્યું કે આ એક ગંભીર ઘટના હતી. જેમાં શિક્ષણના પ્રભારી શિક્ષકે અનુચિત કાર્ય કર્યું, વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.