પત્રકાર પરિષદમાં જ પત્રકારો આ બાબતે થયા લાલઘૂમ : CM રૂપાણી અને Dy. CM નીતિન પટેલની બોલતી જ બંધ થઈ ગઈ ! જુઓ વાયરલ વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે CM રૂપાણી અને Dy. CM નીતિન પટેલે જામનગર જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જી. જી. હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી અને દાખલ દર્દીઓ વિષે ખબર અંતર પૂછ્યાં હતા. ઉપરાંત હોસ્પિટલમાં કોવિડ ખાતે ફરજ બજાવતા ડૉક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી.
જ્યારે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ પત્રકાર પરિષદને સંબોધવા માટે આવ્યા ત્યારે પત્રકારો માંથી જ કોઈએ મુખ્યમંત્રી રૂપાણી સામે તંત્રની પોલ ખોલી ભારોભાર રોષ ઠાલવ્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાજર પત્રકારો માંથી કોઈ એક પત્રકાર મુખ્યમંત્રી રૂપાણી સામે તંત્રની ઝાટકણી કાઢતા કહે છે કે પત્રકારો ઘણા સમયથી ઊભા છે પરંતુ અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી. નથી સેનેટાઈઝર ની વ્યવસ્થા કે નથી જળવાતું સોશિયલ distance.પત્રકારોને કોરોનાનું સંક્રમણ લાગે તો જવાબદાર કોણ ? આમ પત્રકારોએ તંત્રની બેદરકારી બદલ મુખ્યમંત્રી ની સામે રોષ ઠાલવ્યો ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને એ મૌન સેવી લીધું હતું. જોકે તંત્રના વાંકે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખરી ખોટી સાંભળવી પડી હતી ત્યારે નીતિન પટેલે પરિસ્થિતિનો તાગ મેળવી ઈશારો કરી મામલો થાળે પાડયો હતો.
વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો...