સોશ્યલ મીડિયામાં રોષ : રૂપાણી સરકારના વિકાસ મોડેલની ઉઘાડી લૂંટ , ગુજરાતમાં માસ્કનો દંડ 1000 ₹ જ્યારે મુંબઈમાં માત્ર 200 ₹ !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના નું સંક્રમણ ધીમે વધી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત લોકોને માસ્ક પહેરવા માટે અને બે ગજની દૂર રાખવા માટે અનુરોધ કરવામાં આવે છે. જો કે વડાપ્રધાન ખુદ આ નિયમોનું પાલન કરતા નથી એ તેમની રેલીઓ પરથી સ્પષ્ટ થઈ આવે છે. ઉપરાંત ગુજરાતમાં પણ ભાજપના નેતાઓ મનફાવે તેમ માસ્ક અને સોશિયલ distance ના ધજીયા ઉડાવી રહ્યા છે છતાં પણ તંત્ર તેમની સામે મૂક પ્રેક્ષક બનીને સતત તમાશો જોયા કરે છે. જ્યારે સામાન્ય માનવીનું માસ્ક જો નાકના ટેરવેથી સહેજ નીચે ઉતરી ગયું હોય તો તેની પાસેથી શામ, દામ, દંડ,ભેદની નીતિ અખત્યાર કરીને એક હજાર રૂપિયા પડાવવામાં આવે છે. ત્યારે જોવું એ રહ્યું કે ગુજરાતમાં જે માસ્કના નામે એક હજારનો દંડ ઉઘરાવવામાં આવે છે એ જ માસ્ક નો દંડ બાજુના રાજ્યના આર્થિક પાટનગર મુંબઈમાં માત્ર 200 રૂપિયા છે. ત્યારે સીધો સવાલ થાય કે માસ્કના દંડમાં આટલો બધો તફાવત કેમ?
જો કે સોશ્યલ મીડિયામાં એક યૂઝર્સ દ્વારા ગુજરાતમાં ઉઘરાવવામાં આવતા માસ્કના દંડ ની પાવતી અને મુંબઈ માં ઉઘરાવવામાં આવતા માસ્કના દંડની પાવતીઓ પોસ્ટ કરીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે જે પોસ્ટ નીચે મુજબ છે....
સોશ્યલ મીડિયા પોસ્ટ......
માસ્કના નામે સુરતીઓ-ગુજરાતીઓને લૂંટવાનુ કડવું અને નગ્ન સત્ય. કોવિડ-કોરોના સંક્રમણ દરમ્યાન માસ્ક ન પહેરવાના ગુના બદલ દેશમાં સૌથી વધુ દંડ ગુજરાતમાં(૧૦૦૦રૂપિયા)વસુલવામાં આવે છે.જ્યારે દેશનાં આર્થિક પાટનગર મુંબઈમાં 200 રૂપિયા વસુલવામાં આવે છે.મુંબઈમાં આ કાર્યવાહી બીએમસીના આરોગ્ય વિભાગના કર્મચારીઓ કરે છે. જ્યારે ગુજરાતના મહાનગરોમાં પાલિકાનું આરોગ્ય વિભાગ તો કરે છે.પણ પોલીસને પણ દંડ વસૂલીની વ્યાપક સત્તા આપવમાં આવી છે.ગુજરાતના નાગરિકોના આરોગ્યની જળવણીની સત્તા જો સ્થાનિક સ્વરાજની સંસ્થાની સાથે પોલીસની હોય તો,જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી ત્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓને કાયદો વ્યવસ્થા જાળવવાની સત્તા શા માટે ન આપવી જોઈએ??
મુદ્દો એટલો છે કે કોવિડ ને લીધે લોકો પાસે ધંધો-વેપાર નથી,હજારો લોકો પગાર કાપ સાથે નોકરી કરી રહ્યાં છે.અનેક લોકોએ નોકરી વેપાર ગુમાવ્યા છે.એવા લોકો તણાવમાં માસ્ક પહેરવાનું ભૂલે,અથવા માસ્ક નાક પર મુકવાનું ભૂલી ગળે રાખે તેમની પાસે 1000 રૂપિયાની બળજબરી પૂર્વકની વસૂલી થવી જોઈએ??1000ના દંડ સામે સુવિધાઓ શુ મળી રહી છે.ટીવી9 ગુજરાતીનો રિપોર્ટ કહે છે કે ગુજરાતના 33 માંથી 20 જિલ્લાઓમાં સિટી સ્કેનની અને 28 જિલ્લાઓમાં એમઆરઆઈની સુવિધા સરકારી હોસ્પિટલોમાં નથી.આરોગ્ય સેવાઓનું આ ગુજરાત મોડેલ 1000 રૂપિયાનો આકરો દંડ વસુલવા માટે હકદાર ખરું??