નવસારીમાં વાવાઝોડાનું નિરીક્ષણ કરવા નીકળેલ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગટરમાં પડ્યા, જાણો પછી શું થયું ? જુઓ વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, નવસારીઃ તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. જોકે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી સહિતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાને કારણે વૃક્ષો પડી જવાની ઘટના બની હતી. તો વળી વાવાઝોડા સાથે વરસાદ હોવાને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવવાના પણ બનાવો બન્યા હતા. ત્યારે એક એવી ઘટના સામે આવી આવી છે જેને જાણ્યા પછી તમને કદાચ હસવું પણ આવશે અને અધિકારીઓની સતર્કતાને ની પ્રશંસા કરવાનું પણ મન થશે.
ગઈકાલે વાવાઝોડાને કારણે નવસારીમાં પણ ભારે તારાજી સર્જાઈ હતી.નવસારીમાં ઠેર ઠેર ભારે વરસાદને પરિણામે પાણી ભરાવાની ઘટનાઓ બની હતી તો ક્યાંક વૃક્ષો પડી જવાની પણ ઘટનાઓ બની હતી. ત્યારે નવસારી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ વાવાઝોડાને પરિણામે શહેરમાં કેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને કેવી રીતે પહોંચી વળાય તેનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે એકાએક ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ બંને ગટર માં પડ્યા હતા. જોકે પાણી ભરાયેલું હોઇ અંદાજ ન આવતા એકાએક પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગટરમાં પડ્યા હતા. ત્યારે હાજર ડિઝાસ્ટર ટીમ અને અન્ય લોકોએ તેમને રેસ્ક્યુ કરીને ગટરમાંથી બહાર કાઢ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જુઓ વિડીયો.....