લાલબત્તી સમાન કિસ્સો : રીક્ષા ચાલકે કૂતરાને બચાવવા ચાલુ રીક્ષાએ લાત મારી અને કાબૂ ગુમાવ્યો, જાણો- પછી શું થયું ? જુઓ વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઘણી વખત રોડ ઉપર જ્યારે વાહનો પસાર થતા હોય છે ત્યારે વચ્ચે ક્યાંક શ્વાન એટલે કે કુતરુ આવી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કેટલાક વાહનચાલકોની એવી આદત હોય છે કે ચાલુ વાહન દરમિયાન કૂતરાને રોડ પરથી હટાવવા માટે લાત મારતા હોય છે. પરંતુ આવી આદત ખરેખર એક અકસ્માત નોતરી શકે છે, જેની પ્રતીતિ કરાવતો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક રિક્ષા ડ્રાઈવર દ્વારા ચાલુ રિક્ષામાં કુતરા ને લાત મારવા જતા અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રના પૂણેમાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં એક રીક્ષા રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે રીક્ષા ની વચ્ચે એક કુતરુ આવી જવાની બીકે રિક્ષાચાલકે કૂતરાને બચાવવા માટે પગ વડે લાત મારી હતી. ત્યારે અચાનક રિક્ષાચાલકે કાબુ ગુમાવતાં તે રિક્ષામાંથી નીચે ગબડી પડયો હતો અને ચાલક વિનાની રિક્ષા આગળ દોડી ગઈ હતી. જોકે આગળ પાછળ થી કોઈપણ વાહન ન આવતું હોવાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જુઓ વિડીયો.....