મહેસાણા : 'ભગવાન સૌનું ભલું કરો' બાદ હવે 'વિજ્ઞાન સૌનું સારું કરશે' : નવા સ્ટેચ્યુને લઈ નગર સેવકે કર્યો કટાક્ષ

મહેસાણા : 'ભગવાન સૌનું ભલું કરો' બાદ હવે 'વિજ્ઞાન સૌનું સારું કરશે' :  નવા સ્ટેચ્યુને લઈ નગર સેવકે કર્યો કટાક્ષ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) :  મહેસાણામાં સમય અગાઉ રાધનપુર સર્કલ ઉપર નમસ્કારની મુદ્રામાં એક સ્ટેચ્યુ આકાર નું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. પરંતુ સમય અગાઉ આ સ્ટેચ્યુ માં આગ લાગવાને કારણે એ બળીને ખાખ થઇ ગયું હતું. ત્યારબાદ અહીંયા છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું ન હતું. જોકે હાલમાં ઘણા લાંબા સમય બાદ રાધનપુર ચાર રસ્તા સર્કલ પર એક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે જેમાં ઓક્સિજન સિલેન્ડર અને ઇન્જેક્શન નું પ્રતિક મૂકાયું છે.

જોકે ઘણા લાંબા સમય બાદ રાધનપુર ચાર રસ્તા ઉપર સર્કલ પર મુકવામાં આવેલા આ સ્ટેચ્યુ ને લઈને સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જાગી છે સોશિયલ મીડિયા માંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, મહેસાણા હાઈવે ઉપર રાધનપુર ચાર રસ્તા ઉપર વર્ષો અગાઉ ઇંડા આકાર સર્કલમા એક સંપ્રદાયના પ્રચારાત્મક ચિહ્નને પ્રદર્શિત કરતુ શિલ્પ હતુ. ઇંડા જેવા એ સર્કલને કારણે અનેક અકસ્માતો થયા, અનેકના જીવ ગયા. સ્થાનિકોમા રોષ પછી છેવટે એ સર્કલ નાનુ કર્યુ. તેમા બેસાડાયેલી "નમસ્કાર" મુદ્રાને કોઇકે સળગાવી કાઢી હતી. ત્યાર પછી ફરી આવુ પ્રચારાત્મક "ભગવાન સૌનુ ભલુ કરે" એવા લખાણ સાથે શિલ્પ મૂકવા દેવાયુ નથી. આજે મહેસાણાની "શાણી" પ્રજાએ ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર મૂકીને "વિજ્ઞાન જ સૌનુ સારૂ કરશે" એવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

અત્રે નોંધનીય છે કે હાલમાં જે કોરોના ની પરિસ્થિતિ સર્જાય છે જેમાં કોરોના થી બચવા માટે વેક્સિન અને ઓક્સિજન એ આથી જરૂરિયાત બની છે ત્યારે આ સ્ટેચ્યુ એ ક્યાંકને ક્યાંક વર્તમાન પરિસ્થિતિ પ્રતીતિ કરાવી રહ્યું હોય એવું લાગે છે જોકે આ સ્ટેચ્યુ ને લઈને મહેસાણા નગરપાલિકાના નગરસેવક અમિત પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર સ્ટેચ્યુ મૂકવાનો શો અર્થ ? સ્ટેચ્યુની સાથે સાથે શહેરના લોકોનું રસીકરણ પણ યોગ્ય રીતે થવું જોઇએ અને લોકોને રસી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી પણ વ્યવસ્થા થવી જોઈએ.