બોલિવુડના ખાને PM મોદી પર સાધ્યું નિશાન, " મોદી, શાહ અને યોગીનું શાસન જતુ રહેશે ત્યારે દેશ આઝાદી જેવી ખુશી મનાવશે "

બોલિવુડના ખાને PM મોદી પર સાધ્યું નિશાન, " મોદી, શાહ અને યોગીનું શાસન જતુ રહેશે ત્યારે દેશ આઝાદી જેવી ખુશી મનાવશે "

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : બોલીવુડના કમાલ આર ખાને ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું છે. ખાને નરેન્દ્ર મોદીને જુઠ્ઠા ગણાવ્યા છે અને ટ્વીટ કર્યું છે કે જે રીતે ફિરાઉન ગયો, હિટલર ગયો તે જ રીતે જૂઠલર પણ જશે. અહેવાલ મુજબ, કમાલ આર ખાને તેના ટ્વીટમાં આજની હાલત માટે વડાપ્રધાન મોદીને  જવાબદાર ઠેરવ્યા છે.

તેણે ટ્વિટમાં લખ્યુ છે કે, મોદીજીએ વારંવાર કહ્યું કે હું તે કરીશ દે 70 વર્ષમાં દેશમાં નથી થઇ શક્યુ અને મોદીજીએ કરીને બતાવ્યું. દેશ તો બરબાદ કર્યો જ સાથે દેશવાસીઓને મરવા માટે રસ્તા પર છોડી દીધા અને તેમાં સૌથી વધારે ભક્ત જ છે. બીજી એક ટ્વિટ પણ કરી તેમાં તેણે મોદીજીની તુલના સલમાન ખાન સાથે કરી અને લખ્યું કે, આપણા પીએમ બિલકુલ સલમાન ખાન જેવા થઇ ગયા છે. જે જોવામાં એકદમ કડક અને પોતાને સુપરસ્ટાર માને છે પરંતુ હકીકતમાં તે સુપરફ્લોપ છે.

કમાલ આર ખાનના આ ટ્વીટથી સોશ્યલ મીડિયામાં ભારે હોબાળો મચ્યો છે. જાતજાતના અને ભાતભાતના રિએક્શન આવી રહ્યા છે. તેણે ટ્વીટ કર્યું છે કે, " જે રીતે હિન્દુસ્તાનના લોકોએ તે વખતે આઝાદીનો અનુભવ કર્યો હતો જ્યારે અંગ્રેજ ભારત છોડીને જતા રહ્યાં હતા. જે દિવસે મોદી, શાહ અને યોગીનું શાસન જતુ રહેશે ત્યારે દેશ આઝાદ થઇ જશે અને લોકો તેવી રીતે જ ખુશી જતાવશે."