સુરત વરાછા ખાતે ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું, જાણો વિશેષતાઓ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : હાલમાં કોરોના ની પરિસ્થિતિ ને કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. લોકો ક્યાંક બેડ માટે તો ક્યાંક ઇન્જેક્શન માટે તો વળી ક્યાંક વેન્ટિલેટર માટે અને આ બધું મળે તો પછી ક્યાંક ઓક્સિજન માટે આમતેમ ફાંફા મારી રહ્યા રહ્યા છે. ત્યારે સુરતમાં સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો તેમજ રાજકીય સંગઠનો અને ધાર્મિક સંગઠનો દ્વારા isolation સેન્ટરો તેમજ covid કેર isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે જેને પરિણામે લોકોને ભારે રાહત થઈ છે.
સુરતના વરાછા ખાતે આવેલ ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સુરત ખાતે હાલમાં પારિવારિક isolation સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 50 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જે લોકો કોરોના ગ્રસ્ત હોય અને ઘરે આઇસોલેટેડ થવાની સગવડ ન હોય એવા લોકો અહીં આઇસોલેટેડ અને સારવાર મેળવી શકશે. અહીં દર્દીઓને સારવાર માટે 24કલાક ડોક્ટરની સુવિધા ઉપરાંત સવાર-સાંજ બે વખત એમડી ડોક્ટરની સારવાર મળી રહેશે. ઉપરાંત સંસ્થા તરફથી ચા નાસ્તો અને જમવાનું પણ પૂરું પાડવામાં આવનાર છે. જો કોઈ દર્દીને તાત્કાલિક ઓક્સીજનની જરૂરિયાત જણાય તો એના માટે પણ અહીંયા વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. સાથે સાથે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.