Tweeter લાવ્યું નવી પોલિસી : હવે tweeter એકાઉન્ટમાં તમને પણ મળી શકે છે બ્લ્યુ ટીક માર્ક, જાણી લો આ સરળ રીત

Tweeter લાવ્યું નવી પોલિસી : હવે tweeter એકાઉન્ટમાં તમને પણ મળી શકે છે બ્લ્યુ ટીક માર્ક, જાણી લો આ સરળ રીત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સોશિયલ મીડિયામાં blue tick mark નું એક આગવું મહત્વ છે સામાન્ય રીતે blue tick mark વાળા સોશિયલ મીડિયા યુઝર્સ વધારે વિશ્વસનીયતા ધરાવતા હોય એવું માનવામાં આવે છે ત્યારે હવે ટ્વિટર દ્વારા blue tick mark ની પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવી છે.ટ્વીટરે વેરિફિકેશન એપ્લિકેશનની પ્રક્રિયાને ફરીથી લોન્ચ કરી છે. અને આ સાથે જ વેરિફિકેશન માટે આવનારી અરજીઓની સમીક્ષા માટે નવી પ્રક્રિયાની શરુઆત પણ કરી છે. ટ્વીટર તરફથી આ પ્રક્રિયાને ફરીથી શરુ કરવા પર વેરિફિકેશનના મામલાઓમાં વધારે પારદર્શિતા, વિશ્વનીયતા અને સ્પષ્ટતા પ્રદાન કરવાની દિશામાં ઉઠાવેલું પગલું છે.

આગામી કેટલાક સપ્તાહમાં ટ્વીટર બધા યુઝર્સ એકાઉન્ટના સેટિંગમાં વેરિફિકેશન એપ્લિકેશનનું ટેબ દેખાશે. ભારતમાં આ આવેદન, હિન્દી, બંગાળી, મરાઠી, ગુજરાતી, તમિલ અને કન્નડ ભાષામાં ઉપલબ્ધ હશે.અનુરોધ મળ્યા બાદ ટ્વિટર એક મહિનાની અંદર વેરિફિકેશનની પુષ્ટી કરવા અંગે જાણ કરશે અથવા તો કરવામાં આવેલી અરજી વેરિફિકેશન માટે સ્થાપિત માનદંડો પ્રમાણે નહીં હોય. આવેદનની મંજૂરી બાદ એકાઉન્ટ ઉપર જાતે જ બ્યૂ ટીક દેખાવવાનું શરૂ થશે. શરુઆતી આવેદન નકાર્યા પછી કોઈ વ્યક્તિ 30 દિવસની અંદર ફરીથી વેરિફિકેશન માટે આવેદન કરી શકે છે.

બ્લ્યુ ટીક કોને મળી શકે ?

વેરિફિકેશન માટે યોગ્યતા હાંસલ કરનાવા માટે નીચેની છ શ્રેણીઓ પૈકી કોઈ એક માનદંડ પુરો કરવાનો રહેશે

(1) સરકારી કંપનીઓ (2) બ્રાન્ડ્સ અને સંગઠન (3) સમાચાર સંગઠન અને પત્રકાર (4) મનોરંજન (5) સ્પોર્સ્ટ અને ગેમિંગ (6) એક્ટિવિસ્ટ્સ, આયોજક અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિ

વેરિફિકેશન પોલિસીમાં ઉલ્લેખિત શ્રેણી-વિશિષ્ટ પાત્રતા માનદંડ ઉપરાંત વેરિફિકેશન માટે વિચાર કરવામાં આવનારા કોઈ એકાઉન્ટનું પ્રોફાઈલ નામ, પ્રોફાઈલ ઈમેશ, યોગ્ય ઇમેલ એડ્રેસ અને ફોન નંબર હોવું જરૂરી છે. આ ઉપરાંત એકાઉન્ટને છેલ્લા છ મહિનાથી એક્ટીવ રહેવું અને તેના થકી ટ્વીટર નિયમોનું પાલન કરવાનો રિકોર્ડ હોવા જોઈએ.અત્રે નોંધનીય છે કે, ટ્વીટરે વેરિફિકેશન માટે બનાવેલા નવા માપદંડો ઉપર ખરા ન ઉતરનારને વેરિફાઇડ અકાઉન્ટને મળેલા બ્યૂ ટીકને જાતે જ હટાવવાનું શરું કર્યું છે.