Big Breaking : મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે શા માટે આપવું પડ્યું રાજીનામુ ? નવા પ્રમુખ કોણ ?

Big Breaking : મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે શા માટે આપવું પડ્યું રાજીનામુ ? નવા પ્રમુખ કોણ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ મહેસાણા :  મહેસાણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલે પોતાના વ્યક્તિગત કારણોસર રાજીનામું આપતા પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનનું વિસર્જન કરવાની જાહેરાત કરવામાં આવી છે જેને લઈને મહેસાણા જિલ્લા ભાજપમાં ખળ ભળાટ મચી ગયો છે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા શા માટે રાજીનામું આપવામાં આવ્યું તેને લઈને ભાજપના કાર્યકરોમાં તરેહ તરેહ ની ચર્ચાઓ ચાલી રહી છે.

અત્રે નોંધનીય છે કે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સંગઠનમાં અનેક પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હતો. સંગઠનમાં ચાલતા વિવાદને ઉકેલવામાં ક્યાંક ને ક્યાંક તેઓ કાર્યકરોને પૂરતો સંતોષ ન આપી શક્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. જોકે સંગઠન અને સત્તાધીશો વચ્ચે અને ઠેકાણે મોટી મડા ગાંઠો હતી.જેને લઈને કાર્યકરો દ્વારા પણ અવારનવાર જિલ્લા ભાજપ પ્રમુખને ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યકરોની રજૂઆતો સામે આંખ આડા કાન કરતા હતા. જેને લઈને કાર્યકરોની રજૂઆતો છેવટે પ્રદેશ સુધી પહોંચતી હતી. આમ કાર્યકરોને ન્યાય ન આપી શકવાને કારણે પણ ક્યાંક ને ક્યાંક પ્રદેશ તરફથી જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવા માટે ફરજ પાડી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

ખાસ કરીને મહેસાણા જિલ્લાની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં સંગઠન અને સત્તાધીશો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો હતો. તો બીજી બાજુ ઊંઝાના ધારાસભ્ય દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એક કાર્યક્રમ દ્વારા જાહેરમાં કાર્યકરો ની ભાવનાને ઠેસ પહોંચાડે તેવા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદો વધ્યા હતા. તો બીજી બાજુ જિલ્લા પ્રમુખ દ્વારા પત્રકારોને પણ સંતોષકારક જવાબો આપવામાં આવતા ન હતા. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્રમાં લખ્યું છે કે, રાજીનામું આપનાર જિલ્લા પ્રમુખે વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતીકૂળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પરંતુ બીજી બાજુ કાર્યકરોમાં કંઈક જુદા જ પ્રકારનો ગણગણાટ થઈ રહ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે નવા જિલ્લા ભાજપ પ્રમુખ કોણ હશે ?

બીજી બાજુ 2024 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટી દ્વારા સંગઠનના માળખાને મજબૂત બનાવવાના સક્ષમ પ્રયાસો થઈ રહ્યા છે .આ વખતે સંગઠનમાં અંદરો અંદર કોઈપણ પ્રકારનો વિખવાદ પાર્ટીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે નુકસાન કરી શકે છે. જેને નજર અંદાજ કરી શકાય એમ નથી. તેથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જે જે વિસ્તારોમાં જિલ્લા ભાજપ સંગઠન મા અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો હોય તેવા સંગઠનોનું વિસર્જન કરી નવા મજબૂત સંગઠનો તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇને આવનારી લોકસભા ચૂંટણીમાં ફરીથી ગુજરાતની તમામ સીટો ઉપર ભાજપ ઝળહળતો વિજય પ્રાપ્ત કરી શકે.