Gujarat Politics: ગુજરાત વિધાનસભા ફરી એક વખત થશે ખંડિત, હવે આ ધારાસભ્ય આપશે રાજીનામું

Gujarat Politics: ગુજરાત વિધાનસભા ફરી એક વખત થશે ખંડિત, હવે આ ધારાસભ્ય આપશે રાજીનામું

Mnf network:  ગુજરાત વિધાનસભા ફરી એક વખત ખંડિત થઈ શકે છે. તેઓ આવતીકાલે અથવા શુક્રવારે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ ભાજપમાં

2022માં ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

જેમાં તેઓએ સંપત્તિની માહિતી પણ આપી, હતી. વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું સામે આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાની હોવાનું તેમણે ફોર્મમાં જણાવ્યું. માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ નહિ, તેમના પત્ની પણ લખપતિ છે. તેમના પત્નીની કુલ સંપત્તિ 90 લાખ છે. સોગંધનામા મુજબ, વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.