યે વૉટરફૉલ નહીં દેખા તો ક્યા દેખા?
Mnf network: સિંગાપોરના ચાન્ગી ઍરપોર્ટ પર થોડા સમય પહેલાં શરૂ થયેલા ટર્મિનલ-ટૂ પરનો વૉટરફૉલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ દૃશ્યો વિશાળ ગાર્ડનમાંથી પસાર થતાં બન્ને બાજુએ કર્વ એલઈડી સ્ક્રીન થકી જોવા મળે છે. કૅનેડિયન આર્ટિસ્ટ જીન માઇકલ બ્લેસે આ આકર્ષક દૃશ્યના અનુભવનું નિર્માણ કર્યું છે. સીએનએનના અહેવાલ મુજબ ચાન્ગી ઍરપોર્ટને ૨૦૨૩માં વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ ઍરપોર્ટના રેટિંગ સાથે સ્કાયટ્રેક્સ ઍરપોર્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યું હતું. ટર્મિનલનું મૂળ બિલ્ડિંગ ૨૧,૦૦૦ સ્ક્વેર મીટરમાં વહેંચાયેલું છે, જે ગ્રેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી સિસ્ટમ અને શૉપિંગ તેમ જ ડાઇનિંગમાં વધારો પ્રદાન કરે