સુરત : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક સાથે 100 નવીન એસ.ટી બસોનું લોકાર્પણ કર્યું

સુરત : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક સાથે 100 નવીન એસ.ટી બસોનું લોકાર્પણ કર્યું

હર્ષ સંઘવીએ 100 નવી બસને પ્રસ્થાન કરાવ્યું

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયો કાર્યક્રમ

ગુજરાતના લોકોને મળી વધુ નવી 100 ST બસ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્લીપિંગ, સ્લીપર કોચ , ડીલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું કે, 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઇ છે. 27 લાખ મુસાફરો પ્રતિદિન ST બસમાં મુસાફરી કરે છે. આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે.

આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો ST નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે.અધ્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને STની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે.રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો STનો લાભ લઇ રહ્યા છે. આગામી દિશામાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે. ST વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અત્યાર સુધીમાં માત્ર 13થી 14 મહિનામાં 1620 જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે.

ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્રારા દર વર્ષે હજારોની સંખ્યામાં નવી બસોનું લોકાર્પણ કરવામાં આવે છે,ગુજરાતના છેવાડાના માનવી સુધી નાગરિકોને બસની સુવિધા મળી રહે તે હેતુંથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે,તો અગામી સમયમાં હજી પણ વધુ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે,જેનો સીધો લાભ નાગરિકોને મળશે.