ફ્લાવર શોમાં સંસદ ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભવ્ય સ્કલ્પચર તૈયાર
150 કરતા વધુ પ્રજાતિના 7 લાખ ફુલ જોવા મળશે
30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો
12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે
Mnf network: અમદાવાદના ફ્લાવર શો નવુ નજરાણુ ઉમેરાયું છે. જેમાં સંસદ ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ભવ્ય સ્કલ્પચર જોવા મળશે. હવે માત્ર ફ્લેવર શોને 3 જ દિવસ બાકી છે. રાત દિવસ હજારો લોકો દ્વારા પુર જોશમાં ફ્લેવર શોની તૈયારી ચાલી રહી છે.
ફ્લેવર શોમાં 150 કરતા વધુ પ્રજાતિના 7 લાખ ફુલ જોવા મળશે. ફલાવર શોમાં AMC દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફલાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે. ફલાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાયબ્રન્ટ સમિટ હશે. ફલાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ પર જોવા મળશે.
30 ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શો ખાસ બની રહેશે. આ વર્ષના ફ્લાવર શોમાં દેશ-વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે. 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો ચાલશે.