કેનેડા જનારા ગુજરાતી વિદ્યાર્થીઓની પેટર્ન બદલાઈ, નવા સત્રની ફી ભરવાનું ટાળ્યું
Mnf net work : કેનેડા અમેરિકા વચ્ચે સ્થિતિ વણસતા જે એડવાઈઝરી જાહેર કરાઈ છે, તેમાં કેનેડા જવા માંગતા અનેક વિદ્યાર્થીઓ અટવાયા છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ જાન્યુઆરી સત્ર માટે ફી જ ભરી નથી. વિદ્યાર્થીઓએ કોલેજની ફી ભરીને જવાનું ટાળ્યું છે. આ કારણે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી સ્થિતિ ઉભી છે.
ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. પરંતુ હાલનો વિવાદ લોકોમાં મૂંઝવણ ઉભો કરી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ હાલમાં પ્રવેશ લેવાનું ટાળી રહ્યા છે. બન્ને દેશો વચ્ચે ઉભા થયેલા ખટરાગના કારણે તો કેનેડા માટેની ઈન્કવાયરી પણ ઓછી થઈ ગઈ છે. પરંતુ જેણે એડમિશન લઈ લીધા છે તેમને ગયા વગર છૂટકો નથી. આવામાં આગામી સમયની અંદર જાન્યુઆરી મહિનામાં કેનેડાની તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના એડમિશન લેવાઈ ગયા છે તેઓ પણ ચિંતિત છે.
કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં મોટું ટેન્શન જોવા મળી રહ્યું છે. હાલની સ્થિતિને પગલે જે વિદ્યાર્થીઓ જાન્યુઆરીના સત્રમાં એડમિશન લેવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ હાલ કેનેડા જવાનું ટાળી રહ્યાં છે. કેનેડાની યુનિવર્સિટી અને કોલેજોમાં સપ્ટેમ્બર, જાન્યુઆરી અને મે એમ ત્રણ ઈન્ટેક હય છે. સપ્ટેમ્બર ઈન્ટેક માટે તો વિદ્યાર્થીઓ કેનેડા પહોંચીગ યા છે, પરંતું ત્યા પહોંચ્યા બાદ જ સ્થિતિ વણસતા એડવાઈઝરી જાહેર કરાઈ છે.
તો બીજી તરફ, જેમણે કેનેડાની વિવિધ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ માટે સપ્ટેમ્બર સીઝન અને શિયાળાની સીઝન માટે એડમિશન લેવા માટે રજિસ્ટ્રએશન કરાવ્યું છે, તેમને વધુ ટેન્શન છે. આ વિશે ફેડરેશન ઓફ એસોસિયેશન ઈન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટીએ જણાવ્યું કે, આ સમયે પ્રવર્તતી પરિસ્થિતિ પ્રવાસનને અસર કરશે. ઘણા લોકો પહેલેથી જ બુકિંગ કરાવી ચૂક્યા છે.