વડોદરાના ઐતિહાસિક લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું રિનોવેશન કરવામાં આવશે

વડોદરાના ઐતિહાસિક લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું રિનોવેશન કરવામાં આવશે

Mnf network: ઐતિહાસિક લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું રિનોવેશન કરવામાં આવશે. ઐતિહાસિક લાલકોર્ટ અને ન્યાય મંદિરના રિનોવેશન માટે કુલ રૂ. 71 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે. પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ એવા લાલ કોર્ટ અને ન્યાય મંદિરના રિનોવેશનની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

લાલ કોર્ટ અને ન્યાય મંદિરના રિનોવેશનની સાથે સાથે અહીં એક ક્લાસિક કાફે અને આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવનાર છે. જેમાં અલાયદી બેઠક વ્યવસ્થા અને કાફેટેરિયા બનાવવામાં આવનાર છે. આ સાથે જ આર્ટ ગેલેરીમાં મહાનભાવોના ચિત્રો મુકવામાં આવશે. આ આર્ટ ગેલેરીમાં સયાજીરાવ ગાયકવાડના ચિત્રો માટે ખાસ જગ્યા રાખવામાં આવશે. આ ઉપરાંત ઐતિહાસિક સ્મરણો માટે પ્રદર્શની મુકવામાં આવશે. આ ઈમારતો ઘણા વર્ષોથી ખાલી પડેલ હતી.

લાલ કોર્ટમાં ક્લાસિક કાફે તથા ટુરિસ્ટ સેન્ટરનો ઉપયોગ થાય તેવું આયોજન કરવામાં આવશે. જેના પ્રાંગણમાં કાફેટેરિયા, ગ્રાઉન્ડ ફ્લોરમાં પેઇન્ટિગ બનાવવા માટેનો સ્ટુડિયો, સ્કલ્પચર્સ વર્કશોપ, પ્રખ્યાત આર્ટિસ્ટના પેન્ટિંગ, પોર્ટ્રેટ્સ ના પ્રદર્શન માટેની જગ્યા રાખવામાં આવશે. પ્રથમ માળ પર ઐતિહાસિક સ્મરણોના પ્રદર્શન માટેનું મ્યુઝિયમ વિકસાવવાનું આયોજન છે. જ્યારે બીજા માળે વડોદરાના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો જેમણે શહેરને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકાર્યું છે.