પીએમ મોદીના જીવનની અજાણી વાતો
પોલિટિકલ કેરિયરમાંથી નેતૃત્વના પાઠ શીખવા જેવા
સરળ જીવન અને ઉચ્ચ વિચાર મોદીનો મંત્ર
વિદેશ યાત્રા જ નહીં સંઘમાં હતા ત્યારે દેશભરમાં ફરેલા છે
Mnf net work : નરેન્દ્ર મોદીએ તારીખ 24 મે 2014ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યભાળ સંભાળ્યો હતો. તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. તારીખ 17 સપ્ટેમ્બરના રોજ એમનો જન્મદિવસ છે.
ભાજપ આ દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવશે. પણ વડાપ્રધાન મોદીની રાજકીય કારકિર્દીમાં ઘણા એવા કિસ્સાઓ રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા. એ સમયે તેમણે ઘણા એવા પ્રોજેક્ટ અને પોલીસીઓ અમલમાં મૂકી હતી. જેના કારણે ગુજરાતની આર્થિક સ્થિતિ વધારે મજબુત બની હતી.
એક પણ દિવસની રજા નહીં
ગુજરાતમાં વડાપ્રધાન મોદીનું પોલિટિકલ કેરિયર 13 વર્ષનું રહ્યું છે. પણ 13 વર્ષના આ ગાળામાં તેમણે એક પણ દિવસની રજા નથી લીધી. જોકે, દિલ્હી ગયા બાદ પણ તેઓ રવિવારની રજાના દિવસે પણ પોતાના કાર્યાલયમાં જાય છે. નરેન્દ્ર મોદીને કવિતાઓ લખવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. ગુજરાતી ભાષામાં તેમણે એક પુસ્તક પણ લખેલું છે.
કોઈ જ વ્યસન નથી
વડાપ્રધાન મોદી ખૂબ જ હેલ્ધી લાઈફ જીવે છે. દરરોજ યોગા કરે છે અને સરળ જીવન જીવે છે. તેમને ક્યારેય કોઈ જ પ્રકારનું વ્યસ્ન નથી. શુદ્ધ અને શાકાહારી ભોજન લે છે. દરરોજ સવારે વૉકિંગ કરીને દિવસની શરૂઆત કરે છે. આઠ વર્ષની ઉંમરમાં તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા હતા. સંઘના લક્ષ્મણ રાવ પાસેથી માર્ગદર્શન મેળવીને સંઘની પ્રવૃતિઓ કરતા. વર્ષ 2001માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા એ સમયે તેઓ ધારાસભ્ય ન હતા.
પૂર્ણ બહુમતીથી મેળવી જીત
ઈન્દિરા ગાંધી બાદ વડાપ્રધાન તરીકે જ્યારે આવ્યા એ સમયે તેમને પૂર્ણબહુમતી મળી હતી. ઈન્દિરા ગાંધી બાદ દેશમાં પહેલી વખત પૂર્ણબહુમતી વાળી સરકાર રચવાનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે. વર્ષ 2014માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર સૌથી શક્તિશાળી નેતા તરીકે એમની ગણના થઈ હતી. આ પહેલા જ્યારે એમનો જન્મદિવસ હતો એ સમયે દક્ષિણ આફ્રિકાથી તેઓ ચિતાને કુનો નેશનલ પાર્ક માટે લાવ્યા હતા. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિતાની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે.
વિદેશ પ્રવાસની યાદગાર વાત
જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસ માટે જાય છે ત્યારે રાત્રિના સમયે હોટેલમાં રોકાણ કરવાના બદલે વિમાનમાં આરામ કરવાનું પસંદ કરે છે. મોટાભાગે એમનો વિદેશ પ્રવાસ એવી રીતે શેડ્યુલ કરેલો હોય છે કે, રાત્રિના સમયે કામ ખતમ કરીને તેઓ બીજી જગ્યાએ રવાના થઈ શકે અને રાત્રિ દરમિયાન આરામ કરી શકે. બને ત્યાં સુધી તેઓ કોઈ દેશની હોટેલમાં રોકાણ કરવાનું ટાળે છે. ચૂંટણીને લઈને પ્રવાસ કરવાનો હોય ત્યારે મોટાભાગનું કામકાજ સાંજ પહેલા પૂર્ણ થઈ જાય એ રીતે આયોજન કરેલું હોય છે. રોડ શૉ સિવાય કોઈ નેતા સાથે બેઠક હોય તો પણ દિવસ દરમિયાન હોય .