ભાજપની આ મહિલા નેતાએ કરી આત્મહત્યા : પિતા-બહેન રહી ચૂક્યાં છે ધારાસભ્ય
મધ્યપ્રદેશ ના બુરહાનપુર જિલ્લાના ખકનાર જનપદમાં પૂર્વ ધારાસભ્યની પુત્રી અને BJP નેતા 24 વર્ષિય પૂજા દાદુએ આત્મહત્યા કરી છે. હાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પૂજાના પિતા રાજેન્દ્ર દાદુ નેપાનગર વિધાનસભાથી ધારાસભ્ય હતા, જેમું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ત્યારબાદ પૂજા દાદૂની મોટી બહેન નેપાનગરથી ધારાસભ્ય બની હતી.
મીડિયા અહેવાલ મુજબ, બુરહાનપુર ખકનાર જનપદ અધ્યક્ષ પૂજા દાદૂએ શનિવારે રાત્રે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ ફાંસી ખાધેલી હાલતમાં પૂજાને લટકેલી જોઈ તો તુરંત ઉતારી બુરહાનપુરના સંજયનગર સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા, જોકે ડોક્ટરોએ પૂજાને મૃત જાહેર કરી હતી. અધ્યક્ષ પૂજા દાદૂ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર દાદૂની પુત્રી અને મધ્યપ્રદેશ માર્કેટિંગ બોર્ડની ઉપપ્રમુખ તેમજ રાજ્યમંત્રી મંજૂ દાદૂ ની બહેન હતી.
પૂજા દાદૂએ ખંડવા અને ઈન્ડોરમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ફાઈનાન્સમાં BBA કર્યું હતું... ત્યારબાદ રાજકીય વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં MA કર્યું હતું.પૂજા દાદૂના પિતા રાજેન્દ્ર દાદૂ નેપાનગરમાં 2 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. રાજેન્દ્ર દાદૂના નિધન બાદ ખાલી પડેલી બેઠક પરથી પૂજાની બહેન મંજૂ દાદૂ ધારાસભ્ય બન્યા હતા. પૂજાના પરિવારમાં માતા, એક ભાઈ અને 2 બહેનો છે. પૂજા દાદૂ જુલાઈ 2022માં ખકનાર જનપદ પંચાયત બેઠક પર ચૂંટણી જીતીને અધ્યક્ષ બની હતી.