કોલકાતામાં સામૂહિક ગીતા શ્લોકોનું પઠન,PM મોદીએ કરી પ્રશંસા
કોલકાતામાં સામુહિક ગીતાના શ્લોકોનું પઠન
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો કાર્યક્રમ
પીએમ મોદીએ કાર્યક્રમના વિશેષ વખાણ કર્યા
Mnf network: પશ્ચિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ગીતા જયંતિ નિમિત્તે ભાગવત ગીતાનું સામૂહિક પઠન કરવામાં આવ્યુ હતું. આ ગીતા પઠન કાર્યક્રમનું આયોજન સંસ્કૃત પરિષદ અને મતિલાલ ભારત તીર્થ સેવા મિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ પોતાના સંદેશમાં લખ્યું છે કે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત 'લોકો કોંથે ગીતાર પાઠ' કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય છે. તેનું આયોજન સનાતન સંસ્કૃતિ સંસદ, મતિલાલ ભારત તીર્થ સેવા મિશન આશ્રમ અને અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ લખ્યું કે આપણો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, જ્ઞાન, તત્વજ્ઞાન-આધ્યાત્મિક બુદ્ધિ, સમાવેશ, સાંસ્કૃતિક વિવિધતા અને સંવાદિતાનું મિશ્રણ છે. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતકાળથી લઈને આઝાદી સુધી અને અત્યારે પણ આપણને બધાને પ્રેરણા આપે છે.