નવા કૃષિ કાયદાના ફાયદાઓ સમજાવવા ગયેલ ભાજપના ધારાસભ્યને ખેડૂતોએ ઝૂડી નાખ્યા, કપડાં ફાડી માર માર્યો

નવા કૃષિ કાયદાના ફાયદાઓ સમજાવવા ગયેલ ભાજપના ધારાસભ્યને ખેડૂતોએ ઝૂડી નાખ્યા, કપડાં ફાડી માર માર્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પંજાબના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી મોદી સરકારના નવા કૃષિ ધારાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પંજાબના ભાજપના એક ધારાસભ્ય ખેડૂતોને નવા કૃષી કાયદા ના ફાયદાઓ સમજાવવા માટે ગયા હતા ત્યારે ખેડૂતો આ ધારાસભ્ય ઉપર તૂટી પડયા હતા અને તેમને એટલી હદે માર માર્યો હતો કે તેમના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના ધારાસભ્ય નારંગ શનિવારે માલોટ શહેર આવ્યાં હતા. નારંગે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને કૃષિ કાયદાના લાભ સમજાવવાના હતા. અરુણ નારંગ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તેવી ખેડૂતોને પહેલેથી જ જાણ થઈ હતી અને તેથી તેઓ ભાજપ ઓફિસની સામે ટાંપીને બેઠા હતા. અને તેમણે પ્રેસ કોન્ફન્સમાં બોલવાનું શરુ કર્યું ત્યારે ખેડૂતો તેમની પર તૂટી પડ્યાં હતા.  

હાજર ખેડૂતોએ તેમને ચારેબાજુએથી ઘેરી લીધા અને તેમના કપડા ફાડી નાખ્યાં તથા તેમને ગડદા પાટૂનો માર મારવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ આટલેથી ન અટકતા ગુસ્સે થયેલા ખેડૂતોએ ધારાસભ્યના કપડા ફાડીને નગ્ન કરી નાખ્યાં હતા અને ત્યાર બાદ આખા શરીર પર કાળી શાહી રેડી દીધી હતી. નારાજ ખેડૂતો જીવ પર આવી ગયા હતા અને ધારાસભ્યને મૂકે તેવી સ્થિતિમાં નહોતા, આ જોઈને સુરક્ષાકર્મીઓ ધારાસભ્યની મદદે દોડ્યા હતા અને જેમ તેમ કરીને તેમને ખેડૂતોની ચૂંગાલમાંથી બચાવ્યાં હતા.