રાજ્યમાં EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ ત્રીજી ઓક્ટોથી શરૂ થઈ મહિનો ચાલશે
લોકસભા ચૂંટણીની તૈયારી છ મહિના પહેલાંથી શરૂ
કલેક્ટરો સહિત ચૂંટણી અધિકારીઓને તાલીમ માટે વર્કશોપ યોજાઈ
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ 3 ઓક્ટોબરથી શરૂ
Mnf net work : ગુજરાતમાં સમગ્ર દેશ સાથે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ રહી છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે, જે લગભગ એક મહિનો ચાલશે.
આ એફએલસીની તાલીમ અને માર્ગદર્શન માટે કેન્દ્રીય ચૂંટણીની ગુજરાત ઓફિસ તરફથી મંગળવારે તમામ 33 જિલ્લાના કલેક્ટરો યાને જિલ્લા ચૂંટણી અધિકારીઓ, અધિક-નાયબ ચૂંટણી અધિકારીઓ તથા એફએલસી સુપરવાઇઝર્સ માટે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો
એમણે ફર્સ્ટ લેવલ ચેકિંગ, રેન્ડમાઇઝેશન, કમિશનિંગ તથા વિતરણ સમયે નિયત કાર્યપદ્ધતિ ફોલો કરવા પણ જણાવ્યું હતું. ઇવીએમના મેન્યુફેક્ચરિંગ ફીચર્સ, તેની પારદર્શિતા, તેનું સંચાલન, મોક પોલ, ઇવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ, વિવિધ અધિકારીઓની જવાબદારી અંગે પણ સમજણ અપાઈ હતી.
ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે એક મહિના પહેલાં કેન્દ્રીય ચૂંટણી પંચે 'બેલ'ની બેંગ્લુરુ ફેક્ટરી ખાતેથી મેળવીને 5900 બેલેટ યુનિટ, 5900 કંટ્રોલ યુનિટ તથા 5900 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ-વીવીપેટ મોકલ્યા છે. આ જથ્થા સહિત હવે ગુજરાતની ચૂંટણી પંચની કચેરી પાસે કુલ 91,730 બીયુ, 77,456 સીયુ તથા 85,548 વીવીપેટ મશીનો ઉપલબ્ધ થયા છે, જે લોકસભાની ચૂંટણીમાં વપરાશે.